Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વારંવાર બદલાયા શિક્ષણ મંત્રીઃ મંત્રાલયની ગરિમા ઘટી

આઝાદી પછી મારા ૪ શિક્ષણ પ્રધાનો જ પ વર્ષની ટર્મ પુરી કરી શકયા છે

નવી દિલ્હી, તા.૯: કેન્દ્રના ખાતાઓમાં શિક્ષણ મંત્રાલય અત્યંત મહત્વપૂર્ણ છે. નવી આઇઆઇટી, આઇ આઇ એમ જેવી સંસ્થાઓની સંખ્યામાં વધારો, ખાનગી શિક્ષણ સંસ્થાઓ વધવાથી અને નીટ તથા જેઇઇ જેવી રાષ્ટ્રવ્યાપી પરિક્ષાઓ શરૂ થવાના કારણે મંત્રાલયનું મહત્વ વધી ગયું છે.

પણ લાગે છે એવું કે રાજકીય સ્તરે આ મંત્રાલયને વધુ મહત્વ નથી અપાતું, અને એ જ કારણ છે કે અવારનવાર શિક્ષણ પ્રધાન બદલવામાં આવે છે પણ તેના લીધે મંત્રાલયના ગૌરવને નુકશાન પહોંચે છે. એનડીએની પાછલી સરકારમાં પણ પહેલા સ્મૃતિ ઇરાની અને પછી પ્રકાશ જાવડેકરને પ્રધાન બનાવાયા હતા. આ સરકારમાં રમેશ પોખરિયાલ પછી હવે ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદારી સોંપાઇ છે. જો શિક્ષણ મંત્રાલયનો અત્યાર સુધીનો ઇતિહાસ જોઇએ તો ફકત ચાર પ્રધાનો જ એવા છે જેમણે આ ખાતામાં પોતાનો પાંચ વર્ષનો કાર્યક્રમ પુરો કર્યો છે.

નિષ્ણાંતોનું માનવું છે કે શિક્ષણ હોય કે બીજું કોઇ પણ મંત્રાલય, જો પ્રધાન વારંવાર બદલાય તો નીતિઓનું કડકાઇથી પાલન કરવામાં અથવા રાજકીય પ્રતિબધ્ધતા પુરી કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રધાનને પાંચ વરસ મંત્રાલયમાં કામ કરવાની તક મળે એ જ સારી સ્થિતી ગણાય. આ વાત આ મંત્રાલય માટે ખાસ એટલા માટે લાગુ પડે છે કેમ કે નેતાઓ પર આજે પણ શિક્ષણ અને આરોગ્ય જેવા મુદાઓ પર ધ્યાન નહી આપવાના આક્ષેપો થાય છે.(૨૩.૧૨)

પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરનાર ૪ શિક્ષણ પ્રધાન

દેશના પહેલા શિક્ષણ પ્રધાન મૌલાના અબ્દુલ કલામ આઝાદ અને તેમના પછી શિક્ષણ પ્રધાન એલ શ્રીમાળીએ પોતાનો કાર્યકાળા પુરો કર્યો હતો. ૧૯૬૩ થી ૧૯૯૯ સુધી જેજ્ઞલા પણ શિક્ષણ પ્રધાન બન્યા તેમાંથી કોઇએ પણ પોતાનો કાર્યકાળ પુરો નહોતો કર્યો. ૧૯૯૫માં એનડીએ સરકારમાં ડો.મુરલી મનોહર જોષી અને ૨૦૦૪માં યુપીએ સરકારમાં અર્જુનસિંહ શિક્ષણ પ્રધાન બન્યા અને તેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો. ત્યારપછી કપિલ સિબ્બલ, પલ્લમ રાજુ વગેરે પ્રધાનો બન્યા પણ કોઇએ પાંચ વર્ષનો કાર્યકાળ પુરો નહોતો કર્યો.

(3:17 pm IST)