Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

યુપી બ્લૉક પ્રમુખ ચૂંટણીઃ લખીમપુરમાં નામાંકન દરમિયાન મહિલા પ્રસ્તાવક સાથે ગેરવર્તુણક : કપડા પણ ફાડી નાખ્યા

ભાજપ કાર્યકર્તાઓએ તેમની મહિલા પ્રસ્તાવક સાથે દૂર્વ્યવહાર કર્યો : પસગવાં બ્લૉકના સપા ઉમેદવાર રિતુ સિંહનો આરોપ

લખીમપુર ખીરીઃ બ્લૉક પ્રમુખ ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં નામાંકન પ્રક્રિયા દરમિયાન ઘણા જિલ્લાઓમાંથી હિંસાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન લખીમપુર ખીરી જિલ્લાથી એક વિચલિત કરી દેતો વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા સાથે મારપીટ કરવામાં આવી અને તેની સાડીને બે પુરુષોએ ખેંચી લીધી. જે મહિલા પર હુમલો કરવામાં આવ્યો તે સપા ઉમેદવાર રિતુ સિંહ સાથે આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ લખીમપુર ખીરી જિલ્લાના પસગવાં બ્લૉકના સપા ઉમેદવાર રિતુ સિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપ કાર્યકર્તાઓએ તેમની મહિલા પ્રસ્તાવક સાથે દૂર્વ્યવહાર કર્યો અને તેના કપડા પણ ફાડી દીધા. સપા ઉમેદવાર રિતુ સિંહે જણાવ્યુ કે જ્યારે તે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોહમ્મદી વિસ્તારમમાંથી ભાજપ ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહના કાર્યકર્તાઓએ તેમની પ્રસ્તાવક અનિતા યાદવ સાથે મારપીટ કરી અને તેના કપડા પણ ફાડી દીધી. સાથે જ નામાંકન પત્ર દાખલ કરતી વખતે તેમનુ નામાંકન પત્ર પણ છીનવીને ફાડી દીધુ.

આ મામલે એસપીને ફરિયાદ કરતા રિતુ સિંહે કહ્યુ કે તે સેમરા જાનીપુર પોલિસ સ્ટેશન પસગવાંની રહેવાસી છે. ગુરુવારે જ્યારે તે નામાંકન કરાવવા જઈ રહી હતી તો ભાજપ સમર્થકોએ તેને અને તેની પ્રસ્તાવક અનિતા દેવીને અટકાવીને એ બંનેએ તેની સાડી ખેંચી અને દુર્વ્યવહાર કર્યો. આ દરમિયાન કપડા પણ ફાટી ગયા. રિતુ સિંહે આરોપ લગાવ્યો છે કે તેમની બેગ ભાજપ કાર્યકર્તા જેબી ગંજ નિવાસી બૃજ સિંહ અને મકસૂદપુર નિવાસી યશ શર્માએ છીનવી લીધી જેમાં 7500 રૂપિયા અને દાગીના હતા. ખેંચતાણમાં તેના તેના કાન ખેંચી લીધા.

રિતુ સિંહનુ કહેવુ છે કે ગમે તેમ કરીને તે અને પ્રસ્તાવક ત્યાંથી બચીને નામાંકન કક્ષમાં દાખલ થયા અને પોતાનુ ફોર્મ ભર્યુ. આરોપ છે કે આરઓથી નામાંકન પત્ર છીનવીને ભાજપ કાર્યકર્તાઓએ તેને ફાડી દીધુ અને તેમને નામાંકન કરવા દેવામાં આવ્યુ નહિ. જણાવવામાં આવ્યુ છે કે જ્યારે તેમની સ્થિતિ જાણવા એમએલસી શશાંક યાદવ, ડૉ. આરએસ ઉસ્માની અને ડૉ. જુબેર વગેરે સ્થળ પર પહોંચ્યા તો તેમને રસ્તામાં જ રોકીને ભાજપ કાર્યકર્તાઓ હિંસા પર ઉતરી આવ્યા. સ્થળ પર પોલિસ પ્રશાસનના અધિકારી અને ભાજપ સાંસદ તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેખા વર્મા તથા મોહમ્મદી ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહ હાજર હતા પરંતુ પોલિસે તેમની કોઈ મદદ કરી નહિ.

આ મામલે ડીએમ ડૉ. અરવિંદ ચોરસિયાએ માહિતી આપીને જણાવ્યુ કે ઘટનાની સંયુક્ત તપાસના આદેશ આપી દીધા છે. એડીએમ અને એએસપીને મામલાની તપાસ સોંપી દેવામાં આવી છે. તપાસ રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવશે. વળી, એસપી વિજય ઢુલે જણાવ્યુ કે ફરિયાદના આધારે નામદાર આરોપી તેમજ વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમની સામે સુસંગત કલમોમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. જલ્દી આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે.

(1:34 pm IST)