Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વેક્સીનના અભાવે રસીકરણ અભિયાન અટક્યું : ઓરિસ્સાના એક કેન્દ્ર પર લોકોએ કરી તોડફોડ

વેક્સીન ખૂટી ગયા બાદ રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરી

નવી દિલ્હી : દેશના મોટાભાગના રાજ્યો વેક્સીનની અછત સામે ઝઝૂમી રહ્યા છે ઓરિસ્સામાં કેટલાક કેન્દ્રો પર વેક્સીનના અભાવે તોડફોડના અહેવાલો પણ સામે આવ્યા છે.

ઓરિસ્સાના ગંજમ વિસ્તારમાં એક કેન્દ્ર પર વેક્સીન ખૂટી ગયા બાદ રોષે ભરાયેલા લોકોએ તોડફોડ કરી હતી.ઓરિસ્સામાં કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ છે પણ વેક્સીનના પૂરતા ડોઝ નહીં હોવાથી અહીંની મોટાભાગની વસતી વેક્સીનથી વંચિત છે.

સમાચાર એજન્સીએ રિલિઝ કરેલા વિડિયોમાં ઉપરોક્ત કેન્દ્ર પર લોકોની ભીડ જોઈ શકાય છે.બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે તંત્રને પણ ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.એ પછી અધિકારીઓએ માંડ માંડ લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા.

(1:12 pm IST)