Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં 28 લોકોની ધરપકડ

હત્યાકાંડ બાદ હૈતી પોલીસે 26 કોલમ્બિયાનાં અને 2 અમેરિકન એમ 28 લોકોની ધરપકડ કરી: કાર્યકારી વડા પ્રધાન ક્લાઉડે જોસેફે કહ્યું - છ કોલમ્બિયન અને બે હૈતીયન અમેરિકન હત્યાકાંડમાં સામેલ

હૈતીનાં કેરેબિયન રાષ્ટ્રનાં રાષ્ટ્રપતિ, જોવેનલ મોઇસેની, 7 જુલાઈનાં રોજ તેમના ઘરે ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ હૈતી પોલીસે 28 લોકોની ધરપકડ કરી છે, જેમાં 26 લોકો કોલમ્બિયાનાં છે, જ્યારે 2 અમેરિકન છે. ચૂંટણી મંત્રી મૈથિયાસ પીરે કહ્યું કે, અમે જેમ્સ સોલોગ્સ નામનાં વ્યક્તિની ધરપકડ કરી છે, જે અમેરિકાનો નાગરિક છે. હૈતીનાં કાર્યકારી વડા પ્રધાન ક્લાઉડે જોસેફે કહ્યું કે, છ કોલમ્બિયન અને બે હૈતીયન અમેરિકન લોકો આ હત્યાકાંડમાં સામેલ હતા.

  જોસેફે કહ્યું કે મોટાભાગનાં હુમલાખોરોની વહીવટીતંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સામાન્ય લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ અમને મદદ કરતા રહે, જો તમે કંઈપણ જોયું હોય તો કંઇક કહો. હૈતીનાં પોલીસ વડા લિયોન ચાર્લ્સએ જણાવ્યું હતું કે, આ હત્યાકાંડ કરનારા લોકોની ધરપકડ હૈતી પોલીસે કરી છે, હવે અમે આ સમગ્ર હત્યાકાંડનાં મુખ્ય માસ્ટરને શોધવામા આવી રહ્યુ છે. આાપને જણાવી દઈએ કે, બુધવારે થયેલી હિંસામાં 7 શંકાસ્પદ લોકોનાં મૃત્યુ થયા હતા. ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાકીનાં ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ઇજાઓ પહોંચતા તેમણે દમ તોડી દીધો હતો.

હૈતીમાં યુએસનાં રાજદૂત, બોશિટ એડમંડે, શંકાસ્પદ લોકોને વિદેશી ભાડૂતી ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓને હૈતીનાં લોકોએ મદદ કરી હશે. આ મામલાની તપાસ માટે હૈતી પોલીસે મદદ માંગી છે અને અમે પોતે પણ સહાય આપી રહ્યા છીએ. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, હૈતીની રાજધાની, પોર્ટ ઓ પ્રિન્સમાં ઘણી હિંસા થઈ છે, જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા છે. હૈતીમાં રાજકીય ઉથલપાથલનો સમયગાળો પહેલેથી જ ચાલી રહ્યો છે, અહી માનવીય સંકટ કોરોના મહામારી બાદથી તે નોંધપાત્ર રીતે વધ્યું છે.

(1:04 pm IST)