Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મનમોહન સરકાર સમયનું એનપીએ ૨ લાખ કરોડથી વધી મોદી શાસનમાં ૧૭ લાખ કરોડે પહોંચ્યુ !!

મૂડીવાદી મીત્રોને ફાયદો કરાવ્યાની લાંબી યાદી અને ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓની જંગી લોનો માફ કરવાનું પરિણામ : નવજોત સિધ્ધુના સણસણતા આક્ષેપો

નવી દિલ્હી, તા.૯ : કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ તાજેતરમાં એક પત્રકાર પરિષદ યોજી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે એક પત્રકાર પરિષદમાં મોદી સરકાર પર ્આરોપ લગાવતાં જણાવ્યંુંહતું કે, હું એ વાત સાબિત કરી દઈશ કે,તમારી તમામ મોટી મોટી રાહતો તમારા મોટા મૂડીવાદી મિત્રો માટે છે. મોદી સરકારે તમામ સરકારી અને જાહેર ક્ષેત્રની કંપનીઓેને ખતમ કરી નાંખવાનું કામ કર્યું છે.

આ યાદીમાં સૌથી પહેલા બીએસએનએલનો નંબર આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજ સુધી મે એવાવડાપ્રધાન નથી જોયા જેઓ એક ખાનગી મોબાઈલ ફોન કંપની સાથે મળી જાહેરાત કરતા હોય. આપણી સરકારી બીએસએનએલ કંપની આઠ હજાર કરોડના વાષિક નુકસાનમાં ગઈ છે. અને બીએેસએનએલના ભોગેજીયોએ એક વર્ષમાં ૯૦૦ કરોડ રૂપિયાની આવક કરી હતી. આ યાદી માત્ર આટલેથી જપૂરી થતી નથી. ઓએનજીસી એક સમયમાં એક લાખ કરોડના સરપ્લસ રૂપિયા સાથેચાલતી કંપની હતી. તેમણે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, રિલાયન્સે ગેરરિતી આચરી ઓએનજીસી પાસેથી ૧૧ હજારકરોડના તેલની ઉચાપત કરી હતી.

શાહ કમિટિની રચના થઈ અને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે, રિલાયન્સ ઓએનજીસીને રૂ.૧૧હજાર કરોડ પરત કરે. પણ હજુ સુધી આ રકમ પરત કરવામાં આવી નથી. મનમોહન સરકારે ખેડૂતોનું ૭૨ હજાર કરોડનું દેવું માફકર્યું હતું. બીજી તરફ મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું.પણ આ વચન માત્ર કાગળ પર જ છે.

મોદી સરકારે ગત વર્ષે પોતાના મોટા મોટા મૂડીવાદી મિત્રોને સાડા ત્રણ લાખ કરોડની રાહત રૂપી માફી આપી હતી. સિદ્ધુએ વધુમાં જણાવ્યુંહતું કે, મનમોહન સિંહની સરકાર સમયે  એનપીએ બે લાખ કરોડ હતી, જે મોદીશાસનમા વધી રૂ. ૧૭ લાખ કરોડ થઈ ગઈછે. રિલાયન્સે ૪૬ હજાર કરોડ ચૂકવવાનાબાકી છે. મોદી જેમના વિમાનમાં ફરે છે તેઅદાણીનું રૂ. એક લાખ કરોડનું દેવું છે. એસ્સાર પાસેથી સરકારે ૩૭ હજાર કરોડ વસૂલવાના બાકી છે. કોંગ્રેેસના નેતાએ જણાવ્યંું હતું કે, આજે સ્થિતિ એ છે કે, જેકોઈ મોદી સરકારને ગેરરિતી અંગે સવાલકરે છે તે દેશદ્રોહી થઈ જાય છે. રિલાયન્સને સિમેન્ટ પ્લાન્ટ માટે ૧૨૪૦ એકર જમીન ફાળવવામાં આવી હતી, આ સોદાના પણ કોઈ પારદર્શક દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આજમીનની કિંમત રૂ. ૪૦ કરોડ હતી. પણઆ જમીન પર કોઈ સિમેન્ટ પ્લાન્ટની સ્થાપના જ ન થઈ. રિલાયન્સે તે જમીન ૪૮૦૦ કરોડમાં વેચી હતી.

 સિદ્ધુએ જણાવ્યું હતું કે,આ તમામ મુદ્દા ખૂૂબ જ ગંભીર છે, આ આપણા બંધારણની લડાઈ છે. આ લોકો દ્વારા ધર્મોને લડાવવામાં આવી રહ્યાં છે. દરેક ધર્મના અલગ અલગ ધર્મગ્રંથો હોય છે, પણ ભારતનો એક જ ગ્રંથ છે અને તે છે ભારતીય બંધારણ. પણ મોદી સરકાર દ્વારા ભારતીય બંધારણનું અપમાન કરવામાં આવે છે.

(12:57 pm IST)