Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

આઈ.ટી.રૂલ્સ 2021ને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો પડકાર : બંધારણની ઉપરવટ જઈને રૂલ્સ નક્કી કરાયા હોવાની દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન : બંધારણની કલમ 14, 19(1)(a), 19(1)(g) ના ખુલ્લેઆમ ભંગ સમાન હોવાનું નિવેદન : મીડિયા કર્મીઓ માટે સતત ભયના ઓથાર હેઠળ રહેવાના યુગ સમાન હોવાની ભીતિ વ્યક્ત કરી

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારના આઈ.ટી.રૂલ્સ 2021ને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. પીટીઆઈ દ્વારા દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયું છે કે આઈ.ટી.રૂલ્સ 2021 બંધારણની ઉપરવટ જઈને નક્કી કરાયા છે. જે બંધારણની કલમ 14, 19(1)(a), 19(1)(g) ના ખુલ્લેઆમ  ભંગ સમાન છે.

પિટિશનમાં મીડિયા કર્મીઓ માટે સતત ભયના ઓથાર હેઠળ રહેવાના યુગ સમાન હોવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. જે મુજબ કેન્દ્ર સરકાર કોઈપણ સમાચાર  કોઈ જાતનું કારણ આપ્યા વિના કે બચાવની તક આપ્યા વિના અટકાવી શકે છે.તેમજ કાયદેસર પગલાં ભરી શકે છે. જે મીડિયા કર્મીઓ માટે સેન્સરશીપ સમાન છે.

આથી નામદાર કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.જે માટે આગામી મુદત 20 ઓગસ્ટ નક્કી કરવામાં આ આવી છે.

ઉલ્લખનીય છે કે પીટીઆઈ એક ન્યૂઝ એજન્સી છે જે અખબારો, ટેલિવિઝન અને રેડિયો નેટવર્ક, વેબસાઇટ્સ અને અન્ય લોકોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો પહોંચાડે  છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)