Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ઇન્દોરનો વિચિત્ર કિસ્સો

બીજા લગ્નના ૧૫ દિવસ બાદ સાવકી દીકરીને લઈને ભાગ્યો પિતાઃ પરિણીતાએ કરી ફરિયાદ

અવિશ્વસનીય સત્ય ઘટનાની પોલીસમાં ફરિયાદઃ એક વ્યકિતએ પ્રેમ લગ્ન કર્યા અને ૧૫ દિવસ બાદ મહિલાની દીકરીને ભગાડી ગયો

ઈંદોર, તા.૯: મધ્યપ્રદેશના ઈંદોરમાંથી  એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક પરિણીત મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યાના ૧૫ દિવસમાં જ તેનો નવો પતિ પોતાની દીકરી સાથે પરણવાની જીદ કરવા લાગ્યો હતો. ત્યાં સુધી કે અંતે તે સાવકી દીકરીને ભગાડી ગયો. આ ઘટના બાદ મહિલાનો હાલ બેહાલ થઈ ગયો છે. અંતે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દ્યટના જાણીને ચોંકી ગઈ હતી.

બનાવની વિગતો એવી છે કે ઈંદોરના લસૂડિયા વિસ્તારની સ્કીમ નંબર ૭૮ના આ ઘટનામાં સોમવારે રાતે એક મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પોતાના પતિની વિરૂધ્ધમાં ફરિયાદ આપી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ સંતોષ સિંહ છે જેની સાથે તેણે હાલમાં જ લગ્ન કર્યા હતા. લગ્નના ૧૫ દિવસ બાદ તે પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જીદ કરવા લાગ્યો હતો.

આ વાત અંગે મહિલાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો સંતોષ માન્યો નહોતો. મહિલાએ સમજાવ્યો કે હવે સંબંધમાં તે દીકરીનો સાવકો પિતા થાય છે અને સામાજિક પાપ છે. આવું વિચારવું પણ ન જોઈએ. જોકે, નિયત ખરાબ કરી ચુકેલો સંતોષ એકનો બે ન થયો અને સાવકી દીકરીને ભગાડી ગયો.

આ મામલે પોલીસે મહિલાની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો છે અને સંતોષ અને યુવતીને શોધખોળ શરૂ કરી નાખે છે. આમ ચોંકાવનારી સત્ય ઘટનાએ લોકોના હોંશ ઉડાવી દીધા છે.

પોલીસને પ્રાથમિક રીતે આ અજુગતા લાગતા આ કિસ્સામાં કઈક જુદું જ થયું હોવાની આશંકા છે ત્યારે સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સંતોષની શોધખોળ શરૂ છે. જોકે સામાજિક રૂઢિઓની વચ્ચે આ પ્રકારના કિસ્સાઓ જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે. જોકે, ઘટના પોલીસ મથકમાં જ આવી હોવાથી ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

(11:56 am IST)