Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચારેય મહાનગરોમાં પેટ્રોલ ૧૦૦ ઉપર

મે પછી પેટ્રોલ -ડિઝલમાં રૂ. ૧૦ વધ્યા

શ્રીગંગાનગરમાં ઇંધણ સૌથી વધુ મોંધુ : ગરમી પણ ત્યાં વિક્રમી પડે છે

નવી દિલ્હી,તા. ૯: દેશમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓરિસ્સા, તામિલનાડુ, લદ્દાખ સહિત બિહાર અને પંજાબના કેટલાક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિલીટરથી વધારે ભાવે વેચાઇ રહ્યું છે.

ભારત પેટ્રોલીયમ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય કિંમત અને હુંડીયામણના દરના આધારે રોજે રોજ ઓઇલના ભાવ સુધારે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ફેટ ચાર્જીસ, લોકલ ટેકસ અને વેટના આધારે નક્કી કરવામાં આવે છે.

દેશના ચાર મુખ્ય શહેરો દિલ્હી, મુંબઇ, કોલકતા અને ચેન્નઇમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાથી વધારે ભાવે વેચાઇ રહ્યું છે. ચાર મહાનગરોમાં સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઇમાં છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ ૧૦૬.૫૯ અને ડીઝલના ૯૭.૧૮ રૂપિયા પ્રતિલીટર છે. જો કે દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં મળે છે. શ્રી ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ ૧૧૧.૪૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૧૦૨.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હી એનસીઆરની વાત કરીએ તો ગુડગાંવમાં પેટ્રોલ ડીઝલ દિલ્હી કરતા સસ્તા છે.

શહેર

પેટ્રોલ

ડીઝલ

દિલ્હી

૧૦૦-૫૬

૮૯.૬૨

મુંબઇ

૧૦૬.૫૯

૯૭.૧૮

કોલકતા

૧૦૦.૩૯

૯૨.૬૫

ચેન્નાઇ

૧૦૧.૩૭

૯૪.૧૫

(11:54 am IST)