Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ભારતમાં રહેતા અને કામ કરતા તમામે આઇટી કાયદાનું પાલન કરવું ફરજીયાત : મંત્રી અશ્વિની વૈશ્નવની સાફવાત

નવી દિલ્હી :ભારતના નવા રેલવે અને આઈટી મંત્રી બનેલા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જે પણ ભારતના નાગરિક છે અને જે ભારતમાં રહે છે, તેમણે અહીંના કાયદાનું ફરજિયાત પાલન કરવું પડશે. કેન્દ્રએ જાહેર કરેલા નવા સોશિયલ મીડિયા નિયમોનું પાલન નહીં કરવા બદલ ટિટર સામે પગલાં લેવામાં આવ્યા છે તેવા સમયે નવા આઈટી મંત્રી વૈષ્ણવનું આ નિવેદન સુચક છે. 

   રવિશંકર પ્રસાદે આઈટી મંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. તેમણે તેમના કાર્યકાળ વખતે પણ ટિટરને લઈને આકરા નિવેદનો આપ્યા હતા અને વિવાદ વધુ ઘેરાયો હતો. નવા આઈટી નિયમોના મુદ્દે કોર્ટે પણ ટિટરને ફટકાર લગાવી હતી. હજુ પણ ટિટર એ રટણ કરી રહ્યું છે કે તેમને ભારતમાં નવા કમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂક કરવામાં બે મહિનાનો સમય લાગશે.

ટિટરના વલણમાં હજુ પણ કોઈ બદલાવ આવ્યો નથી. દિલ્હી હાઈકોર્ટમાં સોશિયલ મીડિયા કંપનીએ જણાવ્યું કે ભારતમાં અધિકારીની નિમણૂક કરવામાં આઠ સાહનો સમય લાગશે. દિલ્હી હાઈકોર્ટે ટિટરને ડેડલાઈન આપી હતી જે આજે સમા થઈ રહી છે. મંગળવારે કોર્ટે કેસની સુનાવણી વખતે જણાવ્યું હતું કે જો ટિટર નિયમોનું પાલન નહીં કરે તો સરકાર તેની વિદ્ધ પગલાં લેવા સ્વતત્રં છે

(11:41 am IST)