Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સ્માર્ટફોન, લેપટોપ અને ટીવીની સર્જાઈ શકે છે અછત : વિશ્વમાં સેમીકન્ડક્ટર ચિપ્સ અને કમ્પોનન્ટ્સની તંગી

અપલ, એચપી, ડેલ, શાયોમી, વન પ્લસ અને રિયલમી જેવી બ્રાન્ડ્સની સપ્લાય ગંભીર રીતે પ્રભાવિત

નવી દિલ્હી : સ્માર્ટફોન, લેપટોપ અને ટીવીની અછત સર્જાઇ શકે છે. દુનિયાભરમાં સેમીકન્ડક્ટર ચિપ્સ અને કમ્પોનન્ટ્સની ભારે તંગી. સેમસંગ ઇન્ડિયાની સ્માર્ટપોન ટીમે રિટેલર્સને કહ્યુ કે, જુલાઇમાં સપ્લાયમાં 70 ટકા સુધીની ઘટ આવી શકે છે. ઘણા રિટેલર્સનું કહેવુ છે કે અપલ, એચપી, ડેલ, શાયોમી, વન પ્લસ અને રિયલમી જેવી બ્રાન્ડ્સની સપ્લાય પણ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે.

દુનિયામાં ચિપ અને કમ્પોનન્ટની તંગીનું સંકટ વધી રહ્યુ છે. તેનાથી દેશમાં સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ ટેલિવિઝન અને ઇન્ટરનેટ કનેક્ટેડ એપ્લાયન્સિસની સપ્લાય એક વાર ફરી ગંભીર રીતે પ્રભાવિત થઇ છે. પાછલા વર્ષે પણ ઇન્ડસ્રીઝે આવી સ્થિતિનો સામનો કર્યો હતો. કાર બનાવતી કંપનીઓ પણ તેનાથી પ્રભાવિત થઇ છે. ચીપ અને કમ્પોનન્ટની અછતથી તેઓ પ્રોડક્સન વધારી શકી નથી જેનાથી 10થી 15 ટકા પ્રોડક્શન લોસ થઇ રહ્યુ છે.

ઇન્ડસ્ટ્રીઝના જાણકોનું કહેવુ છે કે આ સ્થિતિ આગામી બે ક્વાર્ટર સુધી રહી શકે છે. આ બધુ એવા સમયે થઇ રહ્યુ છે જ્યારે રિટેલર્સ અને કંપનીઓનું કહેવુ છે કે લોકડાઉનમાં છુટછાટ બાદ તેનું વેચાણ વધી શકે છે. શોર્ટેજના કાણે ફોર્ડ જેવી ઓટો કંપનીઓએ ભારતમાં પોતાનો પ્લાન્ટ હાલ બંધ કરી દીધો છે અથવા પ્રોડક્શન એડજસ્ટ કર્યુ છે.

તાઇવાન અને વિયેતનામમાં કોવિડ-19ના કેસો તાજેતરમાં વધવાને કારણે ચિપ્સ અને કમ્પોનન્ટ્સની અછત વધી છે. દુનિયાના અડધાથી વધારે ચીપ અને કમ્પોનન્ટનું ઉત્પાદન ઉપરોક્ત બે દેશમાં થાય છે.

(11:06 am IST)