Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રેલવે અને આઈટી મંત્રાલયમાં સવારે 7 વાગ્યાથી શરૂ થશે કામ :બે શિફ્ટમાં રાત્રે 12 વાગ્યા સુધી ધમધમશે

નવા મંત્રી અશ્વિની વૈષ્ણવે બંને મંત્રાલયોમાં પોતાના કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ શિફ્ટમાં કામ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી : રેલવે મંત્રાલય અને આઈટી અને કમ્યુનિકેશન મંત્રાલયનો પદભાર સંભાળતા જ નવા મંત્રી અશ્વિની વૈષ્ણવે બંને મંત્રાલયોમાં પોતાના કાર્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ શિફ્ટમાં કામ કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે બંને મંત્રાલયોમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના કાર્યાલયના કર્મચારીઓ અને અધિકારી 2 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે.

મળતી માહિતી પ્રમાણે પહેલી સિફ્ટ 7 વાગ્યે શરુ થશે જે 4 વાગ્યા સુધી ચાલશે અને બીજી શિફ્ટ બપોરે ત્રણ વાગ્યે ચાલું થશે અને રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. બંને મંત્રાલયોના અધીન આવનારા દરેક વિભાગોમાં સવારે સાતથી રાત્રે 12 વાગ્યા સુધી કામ થશે.

અશ્વિની વૈષ્ણવ રાજનીતિક રીતે પીએમ મોદી કેબિનેટમાં નવો ચહેરો છે પરંતુ તે પૂર્વ બ્યૂરોક્રેટ રહી ચૂક્યા છે. અને 16 વર્ષ સુધી પ્રશાસનિક સેવામાં રહ્યા બાદ તેમણે 2010માં ત્યાગપત્ર આપ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. 2019માં તેઓ ઓડિશાથી ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ તરીકે કામ કરી રહ્યા હતા. પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીએ તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને બે મહત્વના મંત્રાલયોની જવાબદારી આપી છે.

(10:54 am IST)