Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ઝોમેટોનો IPO ૧૪ જુલાઇએ : રૂ. ૯૩૭૫ કરોડ એકત્ર કરવાની તૈયારી

નવી દિલ્હી,તા. ૯ : લોકપ્રિય ફુડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોનો પ્રારંભિક પબ્લિક ઇસ્યુ IPO ૧૪ જુલાઇએ ખુલશે. કંપની IPO દ્વારા રૂ. ૯૩૭૫ કરોડ એકત્ર કરશે. કંપનીને સેબીની ગયા સપ્તાહે મંજૂરી મળી હતી. કંપનીનો IPOનું ૧૪ જુલાઇએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૧૬ જુલાઇએ બંધ થશે.

કંપનીના આ IPOના માધ્યમથી રૂ. ૯૩૭૫ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપની એના હેઠળ રૂ. ૯૦૦૦ કરોડના નવા શેર જારી કરશે. કંપની રૂ. ૩૭૫ કરોડ ઓફર ફોર સેલ (OFS) ઇન્ફો એજ કંપની જારી કરવામાં આવશે. કંપનીના આ IPO પ્રાઇસ બેન્ડ ૭૨ થી ૭૬ શેર દીઠ રાખવામાં આવી છે. એનો લીટ સાઇઝ ૧૯૫ શેરોનો હશે. એટલે કે રોકાણકાર કમસે કમ ૧૯૫ શેર માટે રોકાણ કરી શકે છે. કંપનીએ કર્મચારીઓ માટે ૬૫ લાખ ઇકિવટી શેરો અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત કવોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBS) માટે નેટ ઇશ્યુના ૭૫ ટકા સુધી રિઝર્વેશન રાખવામાં આવશે. અને બિનસંસ્થાકીય રોકાણકારોને ૧૫ ટકા હિસ્સો મળશે. પબ્લિક ઇશ્યુનો ૧૦ ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦માં ઝોમેટોને રૂ. ૨૭૪૨ કરોડની આવક થઇ હતી. રોગચાળા દરમ્યાન કંપનીને રૂ. ૧૩૬૭ કરોડની આવક થઇ હતી. અને હજી પણ કંપની નુકસાનમાં ચાલી રહી છે. હાલમાં કંપનીનું વેલ્યુએશન ૫૪૦ કરોડ ડોલર છે. હાલમાં ટાઇગર ગ્લોબલ, ફિડેલિટી અને કોરા મેનેજમેન્ટ સહિત કેટલાક રોકાણકારોએ કંપનીમાં ૨૫ કરોડ ડોલરનું મુડીરોકણ કર્યું છે.

(10:28 am IST)