Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમેરિકામાં રહેતા એક વ્યકિતએ મોત બાદ નરક જોયું હોવાનો દાવો કર્યો

૨૩ મિનિટના ડેથ સમયમાં જોયું નરક : ચારે બાજુ આગ, લોકો સળગી રહ્યા હતા

વોશિંગ્ટન,તા.૯: અમેરિકામાં રહેતા એક વ્યકિતએ મોત બાદ નરક જોયું હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. આ વ્યકિતનું કહેવું છે કે લગભગ ૨૩ મિનિટ માટે તેના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા હતા અને આ દરમિયાન તેમણે જે અનુભવ કર્યો તે ખુબ જ ખૌફનાક હતો. તેમને નરકના ઊંડાણમાં ખેંચીને લઈ જવાયો જયાં તેમણે અનેક મૃતદેહો બળતા જોયા. એટલું જ નહીં તેમનો સામનો બે ક્રૂર રાક્ષસો સાથે પણ થયો. જે તેમના શરીરમાંથી માંસ અલગ કરવામાં લાગ્યા હતા.

ધ સનના રિપોર્ટ મુજબ બિલ વિસે ક્રિશ્યિયન બ્રોડકાસ્ટર TCT નેટવર્ક સાથે વાતચીતમાં પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે જણાવ્યું કે એક રાતે જયારે તે પાણી પીવા ઉઠ્યો તો તેમને લાગ્યું કે તેનું શરીર તેની સાથે નથી. તેમને મહેસૂસ થયું કે કોઈ તેમને ખેંચી રહ્યું છે. થોડીવાર બાદ તેમણે પોતાની જાતને એક અંધારી કયારેય ખતમ ન થનારી ગુફામાં જોઈ. જો કે ખાસ્સી વાર તેમાંથી પસાર થયા બાદ તેઓ એક જગ્યા પર પહોંચ્યા જયાં ચારેબાજુ મૃતદેહો સળગી રહ્યા હતા.

આ વ્યકિતએ કહ્યું કે 'તે જગ્યા ખુબ જ ગરમ હતી. ચારેબાજુ ધૂમાડો અને વાસ હતી એવું લાગતું હતું કે જાણે હું કોઈ કાળકોઠડીમાં છું.' બિલે કહ્યું કે મોત બાદ દુનિયા સાથે તેમનો સામનો નવેમ્બર ૧૯૯૮માં થયો હતો. તેમણે પોતાના આ ખૌફનાક અનુભવોને પુસ્તક  (23 Questions About Hell) નું સ્વરૂપ આપ્યું છે. જેની અત્યાર સુધીમાં એક મિલિયનથી પણ વધુ કોપી વેચાઈ ચૂકી છે. બિલે કહ્યું કે ત્યાં એટલી ગરમી હતી કે હું વિચારમાં પડી ગયો કે હું અત્યાર સુધી જીવતો કેવી રીતે છું? મને કઈ સમજાતું ન હતું કે હું અહીં કેવી રીતે આવ્યો?

પોતાના અનુભવો શેર કરતા બિલે કહ્યું કે 'કાળકોઠડી જેવી બંધ જગ્યા પર મારો સામનો બે રાક્ષસો સાથે થયો. તેઓ ખુબ જ ડરામણા હતા. એકે મને ઉઠાવીને દીવાલ પર પટકયો અને બીજો મારી છાતી પર ચડી ગયો. બંને પોતાના વિશાળ પંજાથી મારી છાતી ચીરી રહ્યા હતા, એવો મને અનુભવ થતો હતો. આવું સાચે થતું હતું. હું આશ્ચર્યચકિત હતો કે આમ છતાં હું જીવતો કેવી રીતે છું.' બિલે કહ્યું કે ત્યારબાદ તે જગ્યા એક સફેદ રોશનીથી ઝગમગવા લાગી. જે કદાચ ભગવાન હતા. રોશની ખતમ થતા જ મને ફરીથી અંધેરી જગ્યાએ ફેંકી દેવાયો.

બિલે જણાવ્યું કે તેને સતત લોકોની સીચો સંભળાતી હતી. ત્યાં એક ખાડામાં હજારો લોકોને બાળવામાં આવતા હતા જે જોવામાં કંકાળ લાગતા હતા. બિલે કહ્યું કે તે નજારો નરક સમાન હતો, લોકોને કદાચ તેમના જુલ્મોના હિસાબ પ્રમાણે અલગ અલગ દંડ મળી રહ્યો હતો. તેમને બધાને અલગ રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે લગભગ ૨૩ મિનિટ સુધી હું આ ખૌફનાક અને કયારેય ન ભૂલી શકાય તેવા અનુભવમાંથી પસાર થયો. જયારે આંખ ખુલી ત્યારે મે મારી જાતને સુરક્ષિત જોઈ અને પછી રાહતના શ્વાસ લીધા.

(10:22 am IST)