Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપે અગરબત્તી વેચવાનું શરૂ કર્યું

પટનામાં લાલુ યાદવની ગૌશાળામાં લાલુ-રાબડી નામની સુગંધિત અગરબત્તી તૈયાર કરાય છે

નવી દિલ્હી,તા.૯:  બિહારમાં એલઆર એટલે લાલુ-રાબડી અગરબત્ત્।ીની સુગંધ ચારેય તરફ પ્રસરશે. લાલુ-રાબડીના મોટા પુત્ર તેજપ્રતાપ હવે બિઝનેસમેન બની ગયા છે. તેમણે અગરબત્ત્।ીનો બિઝનેસ આરંભ કર્યો છે. પટના અને દાનાપુરની પાસે લાલુ ખટાલમાં અગરબત્ત્।ીનો શો-રૂમ શરૂ કર્યો છે. લાલુ ખટાલનો અર્થ લાલુની ગૌશાળા થાય છે, અહીંયા લાલુ પ્રસાદ યાદવ મોટી સંખ્યામાં ગાય અને ભેંસો રાખે છે. સત્ત્।ામાં રહેવા દરમિયાન મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં પણ લાલુ પ્રસાદ યાદવ ગાય-ભેંસો રાખતા હતા.

લાલુની ગૌશાળામાં અગરબત્ત્।ી બને છે અને શો-રૂમમાંથી વેચાણ થાય છે. તેજપ્રતાપ યાદવ સતત શોરૂમમાં બેસતા નથી, કયારેક-કયારેક આવે છે, પરંતુ શોરૂમમાં લાગેલાં સીસીટીવી કેમેરાથી સતત બિઝનેસ પર દેખરેખ રાખે છે. આ અગરબત્ત્।ીમાં એલઆર બ્રાન્ડનો અર્થ 'લોંગેસ્ટ એન્ડ રિચેસ્ટ'કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેજપ્રતાપના નજીકના લોકો તેનો અર્થ લાલુ-રાબડી કરે છે. આ અગરબત્ત્।ી મંદિરોમાં દેવતાઓને ચઢાવવામાં આવતા ફૂલો એકત્ર કરીને બનાવવામાં આવે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અગરબત્ત્।ીમાં કોઈ પ્રકારના રસાયણ ભેળવવામાં આવતા નથી. અગરબત્ત્।ીની સ્ટીક વાંસને બદલે નારિયેળના પત્ત્।ોથી કાઢવામાં આવતી તિલિયોથી તૈયાર કરાય છે. એટલા માટે જ અગરબત્ત્।ીની કિંમત વધુ છે.

તેજપ્રતાપ યાદવ પોતાની પૂજા-પાઠ માટે સતત ચર્ચામાં રહે છે. લલાટ પર ત્રિપુંડ લગાવે છે. કયારેક કૃષ્ણનો વેશ તો કયારેક શિવનો વેશ ધારણ કરે છે. વૃંદાવન આશ્રમ સતત જાય છે. લાલુ પ્રસાદને જલદી જામીન મળે એ માટે વૃંદાવન આશ્રમના પ્રવચન કર્તા પાસે સાત દિવસ પટનામાં પ્રવચન કરાવ્યા હતા. તેજપ્રતાપ ખુદને રાજનીતિમાં નાના ભાઈ તેજસ્વી યાદવનો કૃષ્ણ ગણાવે છે અને તેજસ્વીને અર્જુન ગણાવે છે. તેજપ્રતાપ યાદવ જાહેરમાં કહી ચૂકયા છે કે હું ભગવાન સિવાય કોઈથી ડરતો નથી.

(10:17 am IST)