Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

સોનામાં સામાન્ય વધારો, ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો

મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડાની અસર : અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી કિંમતોને સપોર્ટ મળ્યો

નવી દિલ્હી, તા. : ગુરૂવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યુરિટીસના અનુસાર મજબૂત વૈશ્વિક વલણ અને રૂપિયામાં ઘટાડા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરૂવારે સોનું રૂપિયાના સામાન્ય વધારા સાથે ૪૬૯૮૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયું છે. પાછલા કારોબારમાં સોનું ૪૬૯૭૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયું હતું.

તો ચાંદી ૯૦૨ રૂપિયાના ઘટાડા સાથે ૬૭,૭૫૮ રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી, જે પાછલા કારોબારમાં ૬૮,૬૬૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ગુરૂવારે શરૂઆતી કારોબારમાં રૂપિયો અમેરિકી ડોલરના મુકાબલે ૧૭ પૈસા તૂટી ૭૪.૭૯ રૂપિયા પર આવી ગયો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધારા સાથે ૧૮૦૭ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ૨૬ ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી.

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલ પ્રમાણે, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે.

સોનાની વાયદા કિંમત-મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ ૨૦૨૧માં ડિલિવરીવાળા સોનાનો ભાવ ૩૨૬ રૂપિયાના વધારા સાથે ૪૮૨૩૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. જ્યારે ઓક્ટોબરમાં ડિલિવરીવાળા સોનાનો ભાવ ૩૯૦ રૂપિયાના વધારા સાથે ૪૮૫૩૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

ચાંદીની વાયદા કિંમત-મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બર ૨૦૨૧માં ડિલિવરીવાળી ચાંદીની કિંમત ૧૩૫ રૂપિયાના વધારા સાથે ૬૯૫૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી.

(12:00 am IST)