Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

અમેરિકામાં ગુજરાતીઓ ઉપર હુમલા થવાનો સિલસિલો યથાવત : મેરીલેન્ડમાં હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતના દંપતી ઉપર ગોળીબાર : પત્નીનું મોત : પતિ ઘાયલ

મેરીલેન્ડ : અમેરિકામાં ગુજરાતીઓ ઉપર હુમલા થવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જે મુજબ છેલ્લા 20 વર્ષથી મેરીલેન્ડમાં હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતના ભરથાણા પટેલ પરિવારના દંપતી દિલીપભાઈ અને  તેમના પત્ની ઉષાબેન પોતાની હોટલ પર હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જેનાથી પત્નીનું મોત થયું છે. તથા પતિ ઘાયલ થયા છે.

ગોળીબાર કરનારા ઈસમો નાસી છૂટ્યા છે. લૂંટના ઇરાદે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે.તેવું વીટીવીએન દ્વારા જાણવા મળે છે.

(8:22 pm IST)