Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

શહીદ પોલીસકર્મીઓનાં મૃતદેહોને સળગાવવા માંગતો હતો વિકાસ દુબે: પૂછપરછમાં ઘટસ્ફોટ

તમામ મૃતદેહ એક બાજુ ભેગા કરી તેલની પણ વ્યવસ્થા કરી લીધી હતી

ઉજ્જૈનઃ ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનાં મુખ્ય આરોપી વિકાસ દુબેની ગુરૂવારનાં રોજ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરેથી ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ વિકાસ દુબેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછમાં કરવામાં આવેલા ખુલાસામાં જાણવા મળ્યું કે વિકાસ દુબે પોલીસકર્મીઓનાં મૃતદેહોને સળગાવવા માંગતો હતો.

આજ રોજ કાનપુર શૂટઆઉટનો મુખ્ય ગેંગસ્ટર વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો છે. ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછમાં વિકાસ દુબેએ જણાવ્યું કે તે પોલીસકર્મીઓની હત્યા બાદ તેમનાં મૃતદેહોને સળગાવવા ઇચ્છતો હતો. સળગાવવા માટે મૃતદેહોને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યાં હતાં અને તેલની પણ વ્યવસ્થા કરી લીધી હતી

સૂત્રોએ જણાવ્યું કે,વિકાસે પોલીસકર્મીઓનાં સંપર્કમાં હોવાંની વાત પણ કહી. વિકાસ દુબેએ કહ્યું કે, અમને પહેલેથી જ સૂચના હતી કે પોલીસ સવારે આવશે. પોલીસ રાત્રીએ જ દરોડાં પાડવા આવી. ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી દેશે.

(10:13 pm IST)