Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

મપ્રના ગૃહમંત્રી પર કોંગ્રેસ દ્વારા અનેક સવાલો કરાયા

ભોપાલ, તા. ૯ : કાનપુરકાંડમાં શહીદ થનારા પોલીસ કર્મચારીઓના પરિવારજનોએ પણ વિકાસ દુબે પોતાનો જીવ બચાવવા ચતુરાઈ વાપરીને ઉજ્જૈન પહોંચ્યો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે તેની નાટકીય ધરપકડ લઈને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા શંકાની સોય તાકવામાં આવી રહી છે. છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ દ્વારા એક ટ્વીટમાં મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પર શંકાની સોય તાકવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે નરોત્તમ મિશ્રા ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કાનપુરના પ્રભારી હતા, વિકાસ દુબેએ રાજ્યમાં આત્મસમર્પણ શા માટે કર્યું, જ્યાં નરોત્તમ મિશ્રા ગૃહમંત્રી છે. સંયોગ છે, પ્રયોગ છે કે પછી સત્તાનો દુરુપયોગ છે? વિકાસ દુબે ગલીના ગુંડાથી ખૂંખાર ડોન બનવા સુધીની સફરમાં મુખ્ય રાજકીય પક્ષો સાથે પણ ઘરોબો નહીં, પાર્ટીના સદસ્ય બનીને રાજકીય હોદ્દાઓનો ફાયદો પણ મેળવી ચૂક્યો છે. જેમાં ભાજપનો પણ સમાવેશ થઈ જાય છે. તાજેતરમાં વર્ષ ૨૦૧૭ની એસટીએફની એક પુછપરછના વિડિયોમાં પણ વિકાસ દુબે ભાજપના બે ધારાસભ્યોના નામ આપતો નજરે પડ્યો હતો.

(9:58 pm IST)