Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભારત કોરોનાથી થતાં સૌથી વધુ મોતના દેશોની યાદીમાં

નવા મોતનો સાત દિવસની રોલિંગ એવરેજ ૪૫૩ : મહારાષ્ટ્રમાં સોલાપુર, જલગાંવ, અમદાવાદમાં મૃત્યુદર સૌથી વધુ : વિશ્વમાં મોતની દ્રષ્ટિએ દેશ ચોથા ક્રમ ઉપર

નવી દિલ્હી, તા. : ભારતમાં કોરોનાથી રોજ થનારી મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતમાં શનિવારે ચોથી જુલાઇના રોજે ૬૧૩ મોત થયા હતા. દિવસે બ્રાઝીલમાં ,૦૯૧ લોકોના મોત થયા હતા. આમ દિવસે બ્રાઝીલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થયું હતું. ગત અઠવાડિયે ભારતમાં બ્રાઝીલ, મેક્સિકો અને અમેરિકા પછી સૌથી વધુ મોત નોંધાયા હતા. ભારતમાં નવા મોતનો સાત દિવસનો રોલિંગ એવરેજ ૪૫૩ છે. બ્રાઝીલ (,૦૨૮), મેક્સિકો (૫૬૯) અને અમેરિકા (૫૦૮) બાદ સૌથી વધુ છે. ભારતમાં કોરોનાથી થઇ રહેલા મોત મામલે જિલ્લાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. રવિવારે પાંચ જુલાઇના રોજે ૯૬ જિલ્લામાં પહેલી વખત કોરોનાથી મોતની માહિતી મળી હતી અને ૪૫૦થી વધુ જિલ્લાઓમાં કોરોનાથી મોત નોંધાયા હતા.

         મહારાષ્ટ્રમાં સોલાપુર, જલગાંવ અને ગુજરાતના અમદાવાદમાં મૃત્યુદર સૌથી વધુ છે. જોકે હાલમાં ભારતમાં રોજ સૌથી વધુ નવા કેસો નથી આવતતા. પરંતુ તેનો ગ્રાફ ખાસરીતે ચિંતાજનક છે. સૌથી વધુ કેસો ધરાવતાં ૧૦ દેશોમાંથી ભારતમાં ચેપ સૌથી ઝડપી વધી રહ્યા છે. ભારતમાં નવા કેસો ૨૦ દિવસમાં બેગણાં થઇ રહ્યા છે, જ્યારે અમેરિકામાં ૩૯ દિવસ અને બ્રાઝીલમાં ૨૬ દિવસમાં કેસો બેગણાં થઇ રહ્યા છે.

(7:37 pm IST)