Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

" નવદુત " : ભારતીય રેલવેની અભૂતપૂર્વ સિદ્ધિ : ડીઝલ કે ઇલેક્ટ્રીકથી નહીં પણ બેટરીથી ચાલશે એન્જીન : ડીઝલનો બચાવ અને પર્યાવરણ સુરક્ષા માટે મધ્ય પ્રદેશના જબલપુરમાં તૈયાર કરાયેલા એન્જીનને ' નવદુત ' નામ અપાયું : રેલમંત્રી પિયુષ ગોયલે ટવીટરના માધ્યમથી આપેલી જાણકારી

જબલપુર : ભારતીય રેલવેએ નવા ઇતિહાસનું સર્જન કર્યું છે.જે મુજબ  ડીઝલ કે ઇલેક્ટ્રીકથી નહીં પણ બેટરીથી ચાલતા એન્જીનનું નિર્માણ કર્યું છે. જેનાથી ડીઝલનો બચાવ થશે અને પર્યાવરણ સુરક્ષા થશે. મધ્ય પ્રદેશના જબલપુરમાં તૈયાર કરાયેલા એન્જીનને ' નવદુત ' નામ આપવામાં આવ્યું છે.તેવી રેલમંત્રી પિયુષ ગોયલે ટવીટરના માધ્યમથી જાણકારી આપી છે.જેનું સફળ પરીક્ષણ પણ થઇ ચૂક્યું છે.તેથી ટૂંક સમયમાં આ એન્જીન પાટા ઉપર દોડવા લાગે તો નવાઈ નહીં લાગે તેમ જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે ડીઝલની બચતથી વિદેશી મુદ્રાનો બચાવ થશે સાથોસાથ પર્યાવરણની સુરક્ષા પણ થશે.તેથી ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે

(6:56 pm IST)