Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત પ્રોવિડન્ટ ફંડમાં નોકરીદાતા અને કર્મચારીઓના ૧૨-૧૨ ટકા મળીને કુલ ૨૪ ટકાનું યોગદાન

નવી દિલ્હીઃ જો તમે લૉકડાઉન બાદ નોકરી અને સંભવિત આર્થિક તંગી માટે પરેશાન થઈ રહ્યાં છે તો ચિંતા છોડી દો. તમને આગામી ત્રણ મહિના પણ વધુ પગાર મળવાનો છે. તેનાથી પણ સારી વાત છે કે મોદી સરકાર આગામી ત્રણ મહિના સુધી તમારા  PF ખાતામાં પૈસા નાખવાની છે.

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યુ કે, મંત્લાયરે હાલની યોજના ઓગસ્ટ સુધી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીદી છે, જે હેઠળ સરકાર કર્મચારીઓ અને નોકરીદાતાઓના ભવિષ્ય નિધિમાં યોગદાન રાશિ આપશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઠળ પ્રોવિડંન ફંડમાં નોકરીદાતા અને કર્મચારીઓના 12-12 ટકા મળીને કુલ 24 ટકાનું યોગદાન સરકાર આપી રહી છે.

સરકાર દ્વારા નોકરીદાતા અને કર્મચારીના ભાગના પણ પ્રોવિડંન ફંડની ચુકવણીની યોજનાને વધુ ત્રણ મહિના માટે વધારી દીધી છે. સરકારના આ નિર્ણયથી એક તરફ વધુ ત્રણ મહિના સુધી કર્મચારીઓના ખાતામાં વધુ વેતન આવશે તો નોકરીદાતાઓને મોટો આર્થિક ફાયદો થશે.

આ યોજના તે યૂનિટ માટે છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધી છે તથા તેમાંથી 90 ટકા કર્મચારીઓનો મહિનાનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે. આ પહેલા યોજના માર્ચ, એપ્રિલ અને મે માટે હતી. જેને જૂન, જુલાઈ અને ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે.

(5:03 pm IST)