Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ભારત - ચીન વચ્ચે ફરી થશે બેઠક : સરહદ વિવાદ પર બનશે રણનીતિ

સરહદના મુદ્દા અંગે WMCCની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરાશે

નવી દિલ્હી તા. ૯ : ભારત-ચીન સરહદ વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે વાટાઘાટોનો દોર ચાલુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ અંતર્ગત શુક્રવારે સરહદ મુદ્દા પર વર્કિંગ મિકેનિજમ ફોર કન્સલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશન (ડબલ્યૂએમસીસી) ની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવશે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારત અનેઙ્ગચીનઙ્ગવચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો તણાવ ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યો છે. પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સેનાએ કેટલાક કિલોમીટર પીછેહટ કરી છે.

આ દરમિયાન ભારતની સંરક્ષણ સુરક્ષા મથકના અધિકારીનું કહેવું છે કે ભારત સતતઙ્ગચીનઙ્ગપર નજર રાખશે અને જોશે કેઙ્ગચીનઙ્ગ૩૦ જૂનના નિર્ણય પર કાયમ રહેશે કે કેમ. ઙ્ગવાટાઘાટમાં બંને સૈન્ય તબક્કાવાર પીછેહટ માટે સહમત થયા હતા.

૫ જુલાઈએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને ચીનના વિદેશ પ્રધાન અને રાજયના સલાહકાર વાંગ યી વચ્ચે પ્રક્રિયા શરૂ થઈ હતી. સરકારના ઉચ્ચ સ્ત્રોતોએ જણાવ્યું હતુ કે જો ગલવાન નદીની નજીક એકચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પર બનાવેલો કાચો રસ્તો બંધ જોવા મળ્યો અથવા જો પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) વિન્ટરમાં ત્યાં ટેન્ટ બનાવતી જોવા મળે છે તો ઙ્ગએવું માનવામાં આવશે કેઙ્ગચીનઙ્ગપીછેહઠ કરવાને બદલે ત્યાં જ રહેવા માંગે છે.

બંને સેના ૩૦ જૂને થયેલા કરારનો અમલ કરી રહી છે. વાટાઘાટમાં ભાગ લેનારા સૂત્રોના જણાવ્યા અનુસાર ચીની સેનાએ પીપી ૧૪, પીપી ૧૫ અને પીપી ૧૭ ના વિસ્તારોમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે. અહીંથી તેણે પોતાના પાંચ સ્ટ્રકચરને હટાવ્યા છે. પેંગોંગ ત્સોના ઉત્તર તટ પર ચીની સેનાએ ફિંગર ૪ના ઙ્ગ૩ પોઇન્ટથી પીછેહઠ કરી છે.

(2:49 pm IST)