Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

મોદી સરકારનો નિર્ણય

રોજના જરૂરિયાતના સામાન પર MRP સહિત આ ૬ વાત મોટા અક્ષરે લખવી હવે ફરજિયાત

ગ્રાહકોના મામલાના વિભાગ આ સંબંધમાં સખત કાર્યવાહી કરે અને લીગલ મેટ્રોલોજીના અધિકારી તેના પર સતત દેખરેખ રાખે અને ઉલ્લંઘન જણાતા સખત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૯: કેન્દ્ર સરકારે રોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ પર એમઆરપીની ગડબડ માયાઝાળ પર કડક પગલા ભરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને સ્પષ્ટ કહ્યું છે કે, એમઆરપીને લઈ ગ્રાહકોને અંધકારમાં રાખવામાં આવે છે. તેને લઈ સરકાર હવે ગંભીર બની છે.

રામવિલાસ પાસવાને કહ્યું કે, એવી ફરિયાદ મળી રહી છે કે, પેકેટમાં વેચાતા સામાન પર પ્રદર્શિત થતી જરૂરી જાણકારીની જોગવાઈનું વ્યવસ્થિત પાલન નથી થતુ. આ સંબંધમાં મે વિભાગના સચિવ અને લીગલ મેટ્રોલોજીના અધિકારીઓને કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. હવે સામાન પર એમઆરપીને લઈ વિભાગે કડક પાલન કરાવવાનું શરૂ કરી દીધુ છે.

MRPને લઈ સરકાર  કડક પગલા ભરશે

રામવિલાસ પાસવાને કહ્યું કે, તમામ રાજયો અને મેટ્રોલોજીને નિર્દેશ આપવામાં આવે છે કે, તે લોકો એ સુનિશ્ચિત કરે કે, પ્રોડકટ પર નિર્માતા દેશનું નામ, નિર્માતા કંપનીનું નામ - એડ્રેસ, Date of Manufacture, Expiry Date, MRP (કર સહિત), માત્રા-વજન, ગ્રાહક ફરિયાદ નંબર વગેરે ગ્રાહકોના હિતમાં અન્ય જરૂરી બાબતો મોટા અક્ષરોમાં લખવામાં આવે.

પાસવાને કહ્યું કે, અત્યાર સુધી અનેક સામાનો પર ઉત્પાદનની તારીખ અથવા એકસપાયરી ડેટ, વજન વગેરે નાના અક્ષરોમાં લખવામાં આવે છે. જેને વાંચવું પણ મુશ્કેલ થઈ જાય છે. ગ્રાહકોના મામલાના વિભાગ આ સંબંધમાં સખત કાર્યવાહી કરે અને લીગલ મેટ્રોલોજીના અધિકારી તેના પર સતત દેખરેખ રાખે અને ઉલ્લંઘન જણાતા સખત કાર્યવાહી કરે.(૨૩.૩)

(11:41 am IST)