Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સીએજીએ સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી અરજીઃ બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલમાંથી હટવાની ઈચ્છા વ્યકત કરી

બીસીસીઆઈમાં પોતાની વિવિધ ભૂમિકાઓને લઈને સીએજીએ કરી અરજીઃ ખુદને જવાબદારીમાંથી મુકત કરવા અનુરોધ કર્યો

નવી દિલ્હી, તા. ૯ :. સીએજીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કામકાજમાં પોતાની ભૂમિકાને લઈને સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજી પાછલા ૬ મહિના દરમિયાન પોતાના પ્રતિનિધિઓના અવલોકન અને અનુભવ પર આધારીત છે. અરજીમાં જણાવાયુ છે કે એક અલગ દ્રષ્ટિકોણ આની નજર માટે બહેતર સાબિત થશે અને આવેદક સીએજીએથી સંબંધીત એક સીમીત રાહત માટે પ્રાર્થના કરવામાં આવે છે.

સીએજીએ કહ્યુ છે કે અમે બીસીસીઆઈ અને આઈપીએલના કાર્યકારી પરિષદ માટે પ્રતિનિધિ નિયુકત કર્યા છે અને અત્યાર સુધી ૧૮ રાજ્યો સંઘોએ નામાંકનનો અનુરોધ કર્યો છે. જેના માટે સીએજીને નિયુકત કરવામાં આવેલ છે, પરંતુ તેઓ પુનઃ વિચાર માટે અનુરોધ કરી રહ્યા છે કારણ કે આમાથી કેટલીક નિયુકિતએ સીએજીના કાનૂનોની વિરૂદ્ધ છે અને અધિકારીઓ પર વધારાનો બોજો નાખે છે.

સીએજીની અરજી પર ટિપ્પણી કરતા બોર્ડના એક અધિકારીએ કહ્યુ છે કે આ મુદ્દો કદી પણ ખાતાના ઓડીટીંગનો હતો જ નહિ અને તોફાની તત્વો એક હંગામો ખડો કરવાના સ્વરૂપમાં તેને જુએ છે.

આ અધિકારીએ કહ્યુ હતુ કે સંઘોને ફકત સ્વયંના ઓડીટના જ નહિ બીસીસીઆઈના ઓડીટનો પણ સામનો કરવો પડે છે. તેઓ પહેલાથી જ બે ઓડીટનો સામનો કરી રહ્યા છે અને આ બિલકુલ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે આ મુદ્દો પોતાનો પ્રચાર કરવા માટે ખોટી ફરીયાદો કરે છે.

સીએજીએ પોતાની અરજીમાં કહ્યુ છે કે બોર્ડ અને કાર્યકારી પરિષદ શાસનના કાર્યો માટે હોય છે અને તેઓએ મેનેજમેન્ટના નિર્ણયો લેવાની જરૂર હોય છે જે એક વહીવટી પ્રક્રિયા છે. જ્યારે સીએજીની વિશેષજ્ઞતા નાણાકીય પારદર્શિતામાં છે તેથી બોર્ડમાં સીએજી નામાંકિત વ્યકિત દ્વારા નિભાવવામાં આવેલ વર્તમાન ભૂમિકા તેમના વિશેષજ્ઞતાના ક્ષેત્રથી સંપૂર્ણ રીતે અલગ છે. અરજીમાં આગળ જણાવાયુ છે કે સીએજી નોમિનેટ પ્રતિનિધિ બોર્ડ કે આઈપીએલ પરિષદનો એક હિસ્સો હોવાને નાતે ફકત એક સભ્ય છે અને નિર્ણય બહુમતીથી લેવાતા હોવાથી સીએજીના ઉમેદવારને ટોચની પરિષદ કે આઈપીએલ જીસીમા સભ્યના સ્વરૂપમાં સામેલ કરવાનો કોઈ મતલબ નથી.

(10:06 am IST)