Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સારા સમાચાર ! : એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના કાબુમાં: 24 કલાકમાં માત્ર ૧ કેસ

છેલ્લા કેટલાય દિવસોથી કેસમાં નોંધપાત્ર ધટાડો : સરકાર, સ્થાનિક વહીવટ અને ડોકટરોની મહત્વની ભૂમિકા

દેશ અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, ધારાવીમાં કોરોના થંભી ગયો છે.  24 કલાકમાં અહીં એક કેસ સામે આવ્યો છે.  મુંબઈની ધારાવી તેવા વિસ્તારોમાં છે  જે કોરોનાની સૌથી મોટી હોટસ્પોટ બની હતી, પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.  આની પાછળ સરકાર, સ્થાનિક વહીવટ અને ડોકટરોની મહત્વની ભૂમિકા છે.
 
ધારાવીમાં કોરોનાના સમયે કેસની કુલ સંખ્યા 2338 છે.  આમાંથી ફક્ત 329 સક્રિય કેસ છે.  બાકીના લોકો સારવાર બાદ સાજા થયા છે.  ધારાવીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 86 લોકોએ જીવ ગુમાવ્યો છે.  એક સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો ધારાવીમાં કોરોના ફેલાશે તો તેને રોકવો મુશ્કેલ બનશે અને સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિનાશ વેરાશે, પરંતુ આવું બન્યું નથી.  અને ધારાવી હવે સલામત બની છે.

(11:05 pm IST)