Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓએ ભાજપના જિલ્લા પ્રમુખ, તેના ભાઈ અને પિતાની હત્યા કરી

(સુરેશ એસ દુગ્ગર) જમ્મુ:કાશ્મીર ખીણના બાંદીપોરા જિલ્લામાં આજે બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને તેના પરિવારને નિશાન બનાવ્યો હતો.  આ હુમલામાં ભાજપના જિલ્લા પ્રમુખ, તેના ભાઈ અને પિતા પણ માર્યા ગયા હતા. આતંકીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં ભાજપના નેતાના નિવાસ પર હુમલો કર્યો.
 આ હુમલામાં ભાજપના નેતા શેખ વસીમ, તેના પિતા વસીર અહેમદ અને ભાઈ ઉમર શેખ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમનું મકાન બાંદીપોરા પોલીસ સ્ટેશન નજીક મુસલીમાબાદ ખલુસામાં છે.
  હુમલામાં ઘાયલ થયેલા ત્રણે પિતા-પુત્રોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને શ્રીનગર હોસ્પિટલમાં રિફર કરાયા હતા.  હોસ્પિટલમાં જતા જતાં ત્રણેયનું મોત નીપજ્યું હતું.  તેમના મોતની પુષ્ટિ કરતા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગસિંહે કહ્યું હતું કે તેમને 8 સુરક્ષા કર્મીઓ પૂરા પાડવામાં આવ્યા હતા, પરંતુ હુમલા સમયે તેમની સાથે શા માટે ન હતા  તેની ચકાસણી કરવામાં આવી રહી છે.  પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોની શોધ કરી રહ્યા છે

(12:00 am IST)