Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પૂર્વોતરના રાજ્યોમાં ભારે વરસાદ :મેઘાલયના શિલોન્ગમાં ભૂસ્ખલન અને વરસાદી પાણી ભરાયા ;વહીવટીતંત્ર એલર્ટ

શિલોંગના માલકી અને પોલો વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો:બે ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી

દેશના પૂર્વોતરના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મેઘાલયની રાજધાની શિલોંગ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને વરસાદી પાણી ભરાવાવની સમસ્યાઓ જોવા મળી હતી

  . શિલોંગના માલકી અને પોલો વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જે બાદ અહીં ભૂસ્ખલન થયું હતુ. મેઘાલયમાં આગામી બેથી ત્રણ દિવસ અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. જેને લઇને તંત્ર એલર્ટ બન્યું છે.

(12:29 am IST)