Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કુમારસ્વામી રાજીનામુ આપો :જિલ્લા મુખ્યાલયો પર અને વિધાનસભા બહાર ભાજપ કરશે વિરોધ પ્રદર્શન

બપોરે એક વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને આવેદન પાઠવશે

dir="ltr">
કર્ણાટક ભાજપના નેતા યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં એવું નક્કી કરાયું છે કે ભાજપ બુધવારે સમગ્ર જિલ્લાનાં મુખ્યાલયો અને કર્ણાટક વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરશે. તેમજ બપોરે એક વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને આવેદન પાઠવશે.
  ભાજપના નેતા અરવિંદ લિંબાવલીએ કહ્યું કે કુમારસ્વામીના રાજીનામાની માંગણી સાથે જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જે બાદ સ્પીકર અને રાજ્યપાલ સાથે ભાજપનું પ્રતિનિધિમંડળ મુલાકાત કરશે
   દરમિયાન યેદિયુરપ્પાએ ભાજપ પાસો બહુમતિ હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભાજપ પાસે વિધાનસભામાં સ્પષ્ટ બહુમતિ છે. તેથી અમે સરકારની રચના કરીશું.   
   યેદિયુરપ્પાએ જણાંવ્યું કે કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજીનામું આપી દેવું જોઇએ. જો કુમારસ્વામી રાજીનામું નહિં આપે તો અમે ગઠબંધન સરકાર સામે વિરોધ પ્રદર્શન કરીશું.
  જો કે યેદિયુરપ્પાએ જણાંવ્યું કે, અમે વિધાનસભા સ્પીકરની કામગીરી મામલે કોઇ કમેન્ટ કરવા માગતા નથી, જો કે આવતીકાલે અમે વિધાનસૌદાની સામે ગાંધઈ મૂર્તિ પાસે ધરણાં યોજીશું, કારણ કે અમારી પાસે પુર્ણ બહુમતિ છે. .
(11:49 pm IST)