Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મુંબઇમાં કેક કાપવા માટે ૩ ફૂટ લાંબી તલવાર લઇ આવ્યો ર૯ વર્ષીય શખ્સઃ ધરપકડ થઇ

         મુ઼બઇના બૈંડ્રા બેડસ્ટેન્ડ પર રવિવારના પોતાના મિત્રના જન્મ દિવસ નીમીતે કેક કાપવા માટે ૩ ફુટ લાંબી તલવાર લઇ પહોંચેલ ર૯ વર્ષીય ઇમરાન મોહમદ અલી શેખની પોલીસે ધરપકડ કરી છે.

         ઇમરાન વિરુદ્ધ આર્મ્સ એકટને લઇ મામલો દાખલ કરવામા આવ્યો છે. અને રૂ. ૧૦૦૦૦ ના બોન્ડ પર મેજીસ્ટ્રેટ કોર્ટથી દ્વારા જામીન મળ્યા છે.

         પોલીસએ તલવાર જપ્ત કરી છે. અને ઇમરાનના આપરાધિક રેકોર્ડની પણ તપાસ થઇ રહી છે.

(11:43 pm IST)