Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કાલે નાણામંત્રી નિર્મલા સિતારામણ બજેટ પર આપશે જવાબ ;ભાજપે જાહેર કર્યો વહીપ

નવી દિલ્હી :કાલે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામણ બજેટ પર ની ચર્ચામાં સવાલના જવાબ આપશે ભાજપે પોતાના સાંસદોને લોકસભામાં પેશ થવા માટે 3 લાઈનનો વ્હિપ મોકલવામાં આવ્યો છે. ભાજપના વ્હિપ મુજબ દરેક ભાજપના સાંસદોએ સદનમાં હાજર રહેવુ પડશે.

    મોદી સરકાર 2.0ના બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર લગભગ 2 રૂપીયાનો વધારો ઝીક્યો છે. તેમાં એક રૂપિયો ઉત્પાદન ચાર્જ અને એક રૂપિયો સેસમાં વધારો કરી 35.5 રૂપિયા પ્રતિ લીટર સુધી થયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણના આગળના દિવસે પેટ્રોલની કીંમતોમાં 2.5 રૂપિયાનો અને ડીઝલમાં 2.3 રૂપિયાનો વધારો થઈ ગયો છે.

   નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારની કોશિશ લોકોના હાથમાં પૈસા આપવાની છે, જેથી લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધી શકે. નિર્મલા સીતારમણે જાણાવ્યુ કે અર્થ વ્યવસ્થામાં વપરાશને કોઈ પણ કિંમતે વધારવી પડશે અને અમે જે કહીએ છીએ તેમાં ઓ તથ્યો અંતનિર્હીત છે, આ વપરાશને વધારવાની રીત એ છે કે લોકોના હાથમાં પૈસા આપવામાં આવે જેથી તે વધુમાં વધુ ખર્ચ કરી શકે

(8:24 pm IST)