Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વિશ્વકપ :ભારત-ન્યુઝીલેન્ડ મેચમાં વરસાદ બન્યોવિલન : ન્યૂઝીલેન્ડ 46.1 ઓવર 211/5 : મેચ સ્થગિત

બે કલાક મેચ ચાલુ નહિ થાય તો ભારતને 50 ઓવર મળશે :શરુ નહિ થાય તો આવતીકાલે રમાય તેવી શકયતા

class="ii gt" id=":13c">
વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી છે હાલ વરસાદને લીધે રમતને રોકવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ 46.1 ઓવર 211/5 રન બનાવ્યા છે. જ્યારે ભારતની ચૂસ્ત બોલિંગ સામે કિવઝના બેટ્સમેનો ધરાશય થયા હતા.
  ડક વર્થ લુઈસના નિયમ મુજબ, 2 કલાક સુધી મેચ ચાલુ નહીં થાય તો પણ ભારતને 50 ઓવર્સ રમવા મળશે. જો વરસાદના લીધે આજે મેચ શરૂ ન થાય તો આવતીકાલે ન્યૂઝીલેન્ડની બેટિંગ જ્યાંથી અટકી તે સ્ટેજ ઉપરથી જ શરૂ થશે. આઈસીસીએ આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે મેચ રિસ્ટાર્ટ નહીં પરંતુ જ્યાંથી અટકી હોય ત્યાંથી જ શરૂ થશે
ભારત તરફથી તમામ બોલરોએ એક એક વિકેટ ઝડપી હતી. જેમાં જસપ્રીત બુમરાહે માર્ટિન ગુપ્ટિલને 1 રને આઉટ કર્યો હતો તે મેચનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી. પરંતુ કેન વિલિયમ્સન ને 95 બોલમાં 67 રનની ઈનિંગ, રોઝ ટેલર 65 રને અને ટોમ લેથમ 3 રને રમી રહ્યા છે. ભારત તરફથી બુમરાહ, ભુવનેશ્વર, જાડેજા, હાર્દિક અને ચહલે 1-1 વિકેટ ઝડપી છે. .
 
(8:17 pm IST)