Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા વિષે થોડી વાતો

નવી દિલ્‍હીઃ પ્રિયંકા ગાંધીના ૧૯ વર્ષના પુત્ર રેહાન વાડ્રા લોકસભાની ચુંટણી વખતે વિદેશ હોવાથી પહેલી વાર હોવા છતાં પણ મતદાન નહોતા કરી શકયા. તેમના વિષે મીડીયામાં બહુ વાતો જાહેર નથી થતી. આજે આપણે થોડી એવી વાતો તેમના વિષે જાણીએ જે બહુ ઓછા લોકો જાણે છે.

પ્રિયંકાના પુત્ર રેહાન વાડ્રા ઉત્તરાખંડની દુન સ્‍કૂલમાં ભણ્‍યા છે. સ્‍કૂલમાં દાખલ થતી વખતે તેનું નામ રેહાન વાડ્રા લખાવાયું હતું પણ થોડા સમય પછી રેહાનનું નામ બદલવી નાખ્‍યું હતું. એ પણ જણાવી દઇએ કે દેહરાદૂન  સાથે ગાંધી પરિવારને જૂનો નાતો છે કેમકે રાજીવ ગાંધી અને રાહુલગાંધીએ પણ અહીં જ અભ્‍યાસ કર્યો હતો.

રેહાનને રમત ગમતમાં બહુ રસ છે અને તેમાં પણ શુટીંગ કરવું તો તેને અત્‍યંત ગમે છે. થોડા વર્ષ પહેલા રેહાનને રાજસ્‍થાનની શુટીંગ રેન્‍જમાં નિશાન લગાવતા જોવામાં આવ્‍યા હતા. પ્રિયંકા ગાંધી ઘણી વાર પોતાના બાળકોને સપોર્ટ કરવા અને જોવા માટે આવે છે.

રેહાન વાડ્રાને નજીકથી જાણનારા લોકો તેને રાહુલ ગાંધી જેવા મિલનસાર ગણાવે છે. આના લીધે તે અનેક વાર સુર્ખિયોમાં પણ આવી ચુકયા છે. જયારે તેમણે રાહુલ ગાંધીની જેમ અમેઠીનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્‍યાન તેમણે ગામ લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે જમ્‍યા પણ હતા. રેહાન વાડ્રા રાત્રે ગામડામાં જ સુતા હતા. રેહાન વાડ્રાને શુટીંગ ઉપરાંત રાજકારણમાં પણ બહુ રસ છે. જો કે પ્રિયંકા ગાંધી તેમને રાજકારણથી દુર રાખવા માંગે છે. પણ રેહાનનો રાજકારણ માટે લગાવ અને રાજનીતિની નજીક લઇ જ આવે છે.

 

(3:51 pm IST)