Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કૃષ્‍ણની દ્વારકા શોધવા વૈજ્ઞાનિકોની સમુદ્રમાં ડૂબકીઃ શુક્રવારે ડીસ્‍કવરી ચેનલ પર થશે પ્રસારણ

નવી દિલ્‍હીઃ દેશમાં મનોરંજન ઉદ્યોગની દિન બદિન થઇ રહેલી પ્રગતિની સાથે દુનિયભારના ફિલ્‍મ પ્રોડકશન હાઉસ અને ટેલીવીઝન ચેનલો પોતાની દરેક સ્‍ટોરીમાં ભારતિય પૃષ્‍ઠભુમિને પણ કયાંકને જરૂર સામેલ કરે છે. ડીસ્‍કવરી ચેનલે આનાથી પણ બે ડગલા આગળ વધીને પોતાની નવી સીરીઝ એડીપેડીશન અનનોનનો પહેલો એપિસોડ જ ભારતની એક એવી જગ્‍યા પર બનાવ્‍યો છે, જેના અંગેના પુરાણોથી માંડીને આધુનિક ઇતિહાસ સુધીના અનેક કિસ્‍સાઓ મોજૂદ છે.

દુનિયાના સૌથી મશહૂર શોધકર્તાઓમાંના એક જોશ ગેટસ આગામી શુક્રવારથી ડીસ્‍કબરી ચેનલ પર એક નવો શો લઇને આવી રહ્યા છે જેનું નામ છે એક્ષપેડીશન અનનોન એટલેકે અજ્ઞાતની શોધની યાત્રા આ યાત્રાનો પહેલો પડાવ ગુજરાતનું દ્વારકા શહેર છે.

પુરાણોમાં તેને ભગવાન કૃષ્‍ણની નગરીના નામે ઓળખવામાં આવે છે અને એમ પણ કહેવાય છે કે આ પૌરાણિક શહેર મહાભારત કાળમાંજ સમુદ્રની અંદર સમાઇ ગયું હતું. જોશ હવેએ શોધવા નિકળ્‍યા છે કે શું દ્વારકા નગરી હકકીતમાં સમુદ્રમાં નીચે છે આ શોધમાં જોશથી સાથે દુનિયાના કેટલાક પ્રસિધ્‍ધ વૈજ્ઞાનિકોની ટીમ પણ છે. સુત્રોનું માનીએ તો આ ટીમે સમુદ્રની અંદર ડુબકીઓ લગાવીને કંઇક એવું શોધી કાઢયું છે જે અત્‍યાર સુધીની દ્વારકા માટેની વાતોને નવો મોડ આપી શકે છે.

પુરાણો અનુસાર, દ્વારકાને ભગવાન કૃષ્‍ણએ દૈવી શક્‍તિઓનું આહવાન કરીને રચી હતી અને તેની બધી ઇમારતો સોને મઢેલી હતી. સમુદ્રની અંદરથી નિકળેલી આ નગરીની ચારે તરફ એકમ ોટી પથ્‍થરોની દિવાલ હતી જેણે સદીઓ સુધી તેને આક્રમણ કર્તાઓથી બચાવી હતી. ભગવાન કૃષ્‍ણના અવસાન સાથે જ આ નગરી ફરીથી સમુદ્રમાં સમાઇ ગઇ હતી. જોશ આ પૌરાણિક કથાને વર્તમાન સમયમાં શોધવા નિકળ્‍યા છે. તેમની સફર કેવી રહી તેની જ કથા તેમની ટીવી શોના પહેલા હપ્તા રૂપે દર્શાવવામાં આવશે.

(3:48 pm IST)
  • ગાંધીનગરમાં પાક વિમા મુદ્દે વિરોધ કરવા જતા ૩૦થી વધુ ખેડૂતોની અટકાયત : ગઈકાલે ૩૦થી વધુ ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્‍યુ હતું : આજે ગાંધીનગરમાં મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સચિવને આવેદનપત્ર આપવા જાય તે પહેલા જ સુરેન્‍દ્રનગરના ૩૦થી વધુ ખેડૂતોની અટકાયત access_time 1:18 pm IST

  • અમરેલીમાં ધાનાણીના ગઢમાં ગાબડુ : બગસરા પાલિકામાં ૪ બેઠક પર ભાજપનો કબ્જો : ૫ સભ્યોની પેટાચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર : ૧ બેઠક કોંગ્રેસના ફાળે access_time 1:26 pm IST

  • અમદાવાદ વિરમગામ પાલિકામાં ટાઈ : કોંગ્રેસના ૧૮ અને ભાજપના ૧૮ સભ્યોઃ વોર્ડ નં.૪માં કોંગ્રેસની મહિલા ઉમેદવારનો વિજય access_time 1:26 pm IST