Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ટુકડે-ટુકડે ગેંગના નવા નેતા શબાના આઝમી

કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનો આરોપ

નવી દિલ્‍હી, તા.૯: કેન્‍દ્રીય મંત્રી અને સિનિયર ભાજપ નેતા ગિરિરાજ સિંહે વરિષ્ઠ ફિલ્‍મ અભિનેત્રી શબાના આઝમી પર પ્રહારો કર્યા છે. તેમણે શબાના આઝમીને ‘ટુકડે-ટુકડે અને એવોર્ડ વાપસી ગેંગ'ના નવા નેતા ગણાવ્‍યા. મંત્રીએ આરોપ મૂકયો કે શબાના કેન્‍દ્ર સરકારની આલોચના કરતાં દેશના હિતોને નીચા ગણાવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે શબાના એ કહ્યું હતું કે આજકાલ માહોલ એવો છે કે જો સરકારની આલોચના કરીએ તો તમને દેશ વિરોધી ગણાવી દેવામાં આવે છે.

ભાજપ નેતાએ ટ્‍વીટ કરીને શબાના પર નિશાન સાંધ્‍યું. સિંહને તેમની વિવાદાસ્‍પદ ટિપ્‍પણીઓ માટે ઓળખાય છે. આની પહેલાં પર લઘુમતીઓને નિશાન બનાવીલે ટિપ્‍પણીઓના લીધે તેઓ આલોચનાઓનો શિકાર થઇ ચૂકયા છે.

આપને જણાવી દઇએ કે ‘ટુકડે-ટુકડે ગેંગ' કે ‘એવોડં વાપસી ગેંગ'નો ઉપયોગ ભાજપ અને દક્ષિણપંથી સંગઠન વામપંથી વિચારધારાના લોકો પર નિશાન સાંધવા માટે કરતા રહ્યા છે. પીએમ નરેન્‍દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચાર દરમ્‍યાન કોંગ્રેસ પર પ્રહારો કરતાં ‘ટુકડ-ટુકડે ગેંગ'નો ઉપયોગ કર્યો હતો. બીજીબાજુ શબાના આઝમીએ કહ્યું કે તેઓ સરકારની આલોચના કરતાં માત્ર ભાજપ સુધી જ સીમિત નથી. શબાનાના મતે જયારે કોંગ્રેસ સરકારમાં હતી ત્‍યારે તેમણે લેખક સફદર હાશમીની ૧૯૮૯માં થયેલી હત્‍યાને લઇ કોંગ્રેસ સરકાર પર પણ આલોચના કરી હતી. આપને જણાવી દઇએ કે શબાના આઝમી પોતાના નિવેદનો માટે આની પહેલાં પણ દક્ષિણપંથી સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ચૂકયા છે.

ઉલ્લેખનીય છે કે શબાનાએ એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે અમારા મુલ્‍કની અચ્‍છાઇ માટે જરૂરી છે કે અમે તેની બુરાઇઓને પણ બતાવીએ. જો અમે બુરાઇઓ બતાવીશું જ નહીં તો સ્‍થિતિમાં સુધારો કેવી રીતે આવશે? પરંતુ માહોલ એ પ્રકારનો બની રહ્યો છે કે જો તમે ખાસ કરીને સરકારની બુરાઇ કરી તો તમને તરત જ રાષ્ટ્રવિરોધી કહી દેવાય છે. આપણે તેનાથી ડરવું જોઇએ નહીં અને તેના સર્ટિફિકેટને કોઇની જરૂર પણ નથી.

(3:47 pm IST)