Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કાશ્મીરમાં સ્થિતિ બેકાબૂ!! માનવ અધિકારોનો ભંગ થતો રોકવામાં ભારત-પાકિસ્તાન નિષ્ફળઃ યુનો

સંયુકત રાષ્ટ્રઃ કાશ્મીર ભારતનું જ અભિન્ન રાજય હોવા છતા તેમાં હવે સંયુકત રાષ્ટ્ર પણ દખલ દેવા લાગ્યું છે. પાકિસ્તાનની વારંવાર થઇ રહેલી જુઠી ફરિયાદોને પગલે સંયુકત રાષ્ટ્રએ કાશ્મીર અંગે એક વિવાદિત રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં સંયુકત રાષ્ટ્રએ એવા જુઠા દાવા કર્યા છે કે જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે અને ભારત તેમજ પાકિસ્તાન બન્ને પરિસ્થિતિને કાબુ કરવામાં નિષ્ફળ રહ્યા છે. માનવ અધિકાર સંબંધી જે રિપોર્ટ અમે સોપ્યો હતો તેમાં કોઇ જ ફેરફાર હજુસુધી નથી થયો.

સંયુકત રાષ્ટ્રએ ગયા વર્ષે કાશ્મીરની પરિસ્થિતિ અંગે એક રિપોર્ટ જારી કર્યો હતો, જે સમયે પણ ભારે વિવાદ થયો હતો. આ રિપોર્ટમાં એવા દાવા કરાયા હતા કે કાશ્મીરી નાગરીકોની સાથે અન્યાય થઇ રહ્યો છે માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે. જોકે આ રિપોર્ટમાં બથ્થરબાજો, અલગાવવાદીઓ અને આતંકીઓ જે હિંસા ભડકાવી નિર્દોશ કાશ્મીરીઓની ખુલ્લેઆમ હત્યા કરી રહ્યા છે તેના પર જાણી જોઇને ધ્યાન નહોતુ અપાયું અને સરકારની જ માત્ર ટીકા કરવામાં આવી હતી. હવે આ મામલે ફરી નિવેદન કરીને સંયુકત રાષ્ટ્રએ વિવાદ જગાવ્યો છે.

બીજી તરફ સંયુકત રાષ્ટ્ર દ્વારા જારી રિપોર્ટને લઇને ભારતે પણ આક્રામક જવાબ આપ્યો છે અને આ રિપોર્ટને સંપૂર્ણપણે જુઠો અને ભેદભાવ ભરેલો ગણાવ્યો છે. ભારતે આ રિપોર્ટનો જ વિરોધ કર્યો હતો અને સંયુકત રાષ્ટ્રની માનવ અધિકાર બોડીને ફટકાર લગાવી હતી.

(3:11 pm IST)