Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કોંગ્રેસના નવા સાંસદોના કલાસ લેતા સોનીયા-રાહુલ

સંસદની કાર્યપ્રણાલી, સવાલ ઉઠાવવા તથા સરકાર પાસે જવાબ જાણવા માર્ગદર્શન

નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના નવા સાંસદોને સંસદની કાર્યપ્રણાલી અંગે માહિતગાર કરવા માટે સેશન યોજયુ હતુ. જેમા કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનીયા ગાંધી, પુર્વપ્રમુખ રાહુલ ગાંધી, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી સહિતના સાંસદો હાજર રહેલ. કોંગ્રેસના કુલ ૫૨ સાંસદોમાંથી ૩૦ સાંસદો એવા છે જે પહેલીવાર સંસદમાં ચુંટાઇને આવ્યા છે. કોંગ્રેસે પોતાના સાંસદોને સંસદમાં સવાલ ઉઠાવવા, મુદાઓ ઉપર આક્રમકતા દેખાડવા અને સાચા-ખોટાની ઓળખ કરવા સેશનમાં માર્ગદર્શન અપાયેલ.   ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ રાજયસભા સાંસદ જયરામ રમેશ અને રાજીવ ગોડાએ નવા સાંસદોને સંસદની કાર્યવાહીની નાનામાં નાની વાતથી વાકેફ કર્યા હતા. પ્રશિક્ષણ દરમિયાન જણાવાયેલ કે કઇ રીતે પોતાના સંસદીય વિસ્તાર સંબધી સમસ્યાઓનો પ્રશ્ન ઉઠાવવો અને કઇ રીતે સરકાર પાસેથી તે અંગેનો જવાબ જાણી શકાય છે. આ માટે કાયદાઓ-નિયમોની પણ માહિતી અપાઇ. રાહુલ ગાંધીએ પણ નવા સાંસદોને સદનમાં પોતાની છાપ છોડવા અને જનહીત સાથે જોડાયેલ મુદાઓ ઉપર વધુમાં વધુ સવાલ ઉઠવવા પણ જણાવ્યું હતુ.

(1:28 pm IST)