Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઇઝરાયલની ચૂંટણી પહેલા વડાપ્રધાન નેતાન્યાહૂ ભારતના પ્રવાસે આવશે

નરેન્દ્રભાઇ સાથેની મુલાકાત-ફોટો સેશનથી ચૂંટણીમાં લાભ થશે

ઇઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહુ સામાન્ય ચૂંટણી પહેલા ભારત પ્રવાસે આવે તેવી શકયતા છે. સ્પ્ટેમ્બરમાં ઇઝરાયેલમાં સામાન્ય ચૂંટણી યોજવાની છે. એપ્રિલમાં યોજાયેલ ચૂંટણીમાં સરકારનું ગઠન ન થતા ફરી ચૂંટણી યોજાશે. ચૂંટણી  પહેલા ભારત પ્રવાસના લીધે નેતાન્યાહુને પ્રચાર અભિયાનમાં ફાયદો થશે. ઇઝરાયઇલના અગ્રણી અખબાર હારીત્ઝમાં પ્રકાશીત કોલમમાં ખુલાશો થયો છે. આ અંગે નરેન્દ્રભાઇના કાર્યાલયમાંથી ૨૫ ઓગષ્ટથી શરૂ થતા અઠવાડીયામાં મુલાકાત ગોઠવાય તેવી સલાહ પણ આપવામાં આવી છે.

(1:28 pm IST)