Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ફાઇબર ટુ હોમ દ્વારા જીઓનો નવો ધમાકો

૧૦૦થી વધારે શહેરોમાં પરિક્ષણ શરૂ : આગામી ત્રણ વર્ષમાં સાડાસાત કરોડ ઘરોમાં પહોંચવાની નેમ

નવી દિલ્‍હી, તા. ૯ : દુરસંચાર માર્કેટમાં ખળભળાટ મચાવ્‍યા પછી જીઓ હવે બ્રોડલેંડના ક્ષેત્રમાં મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. કંપની દેશભરમાં એક સાથે ૧૬૦૦ શહેરો અને ગામોમાં ફાઇબર ટુ ધ હોમ (એફટીટીએચ) સેવા શરૂ કરવાની યોજના શરૂ કરવામાં લાગી ગઇ છે. આ નેટવર્ક દુનિયામાં ગ્રીનફીલ્‍ડ ફીકસડ બ્રોડબેંડનું સૌથી મોટુ નેટવર્ક શહે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્‍ય સભામાં પહેલા તબક્કામાં ફાઇબર ટુ હોમને ૧૧૦૦ શહેરો અને પ કરોડ ઘરોમાં પહોંચાડવાની જાહેરાત કરી હતી, પણ કંપની હવે આ લક્ષ્યને વધારી રહી છે અને આગામી ત્રણ વર્ષમાં ૧૬૦૦ શહેરોમાં ૭.પ કરોડ ઘરો સુધી પહોંચવાની યોજના બનાવી રહી છે.

સુત્રો અનુસાર, કંપનીની ફાઇબર ટુ હોમ સેવા જીઓ ગીગા ફાઇબરની વ્‍યવસાયિક શરુઆત કરતા પહેલા દેશભરમાં ૧૦૦થી વધારે શહેરોમાં કેટલાક પસંદ કરવામાં આવેલ વિસ્‍તારોમાં પરિક્ષણ માટેની તૈયારીઓ કરી રહી છે. જાણકારોનું કહેવું છે કે આ સેવાની વ્‍યવસાયિક શરૂઆત ત્રણ મહિના પછી તબક્કાવાર રીતે કરવામાં આવશે. જોકે જીઓના એક પ્રવકતાએ આ સેવાની વ્‍યવસાયિક શરૂઆત અંગે કંઇ કહેવાની ના પાડી હતી.

જીઓના અધિકારીઓનું કહેવું છે કે ફાઇબર ટુ હોમ એક વાર કરવામાં આવનાર રોકાણ છે અને તેનું ભાવિ સુરક્ષિત છે. કંપની બહુ ગીચ અને દુરના વિસતારોમાં ફિકસ્‍ડ વાયરલેસ બ્રોડબેંડનો ઉપયોગ કરશે. જયાં ફાઇબર બિછાવવો મુશ્‍કેલ હોય.

ખાનગી ક્ષેત્રે જીઓની સૌથી મોટી હરીફ એરટેલ છે. જેણે ફાઇબર ટુ હોમ સેવા શરૂ કરી દીધી છે. કંપનીના ૧૦૦ થી વધારે શહેરોમાં લગભગ ર૩ લાખ ગ્રાહક છે. તેમાંથી મોટાભાગના બીજા છેડે વાયરથી જોડાયેલા છે પણ હવે એરટેલ પણ ફાઇબર ટુ હોમ પર વધુ ભાર મૂકી રહી છે અને ર૦ર૩ સુધીમાં બે કરોડ ઘરોને ફાઇબર સાથે જોડવા માગે છે.

(1:25 pm IST)