Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં મેઘમહેર કયારે?

મુંબઈમાં ભારે વરસાદથી બે બાળકોના મોત

યુ.પી., ઉત્તરાખંડ, હિમાચલ,દિલ્‍હી, પંજાબ, રાજસ્‍થાન, બિહાર અને ગોવામાં પણ ભારે વરસાદની આગાહી

મુંબઈઃ મુંબઈમાં આજે પણ વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્‍જ એલર્ટ જારી કરાયું છે. ગઈકાલે પણ જોરદાર વરસાદના પગલે માયાનગરીની સ્‍પીડને બ્રેક લાગી ગઈ હતી. વિમાની સેવાઓને પણ થંભાવી દેવામાં આવી હતી.

મુંબઈમાં ગઈકાલે થયેલ ભારે વરસાદથી બે બાળકોના મોત નિપજયા હતા. કલ્‍યાણ વિસ્‍તારમાં વરસાદથી ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. મયંક અને પિયુષ નામના બન્‍ને બાળકો રમતા- રમતા ખાડામાં પડી ગયા હતા અને બન્‍નેના  મોત નિપજયા હતા. ઉલ્લેખનીય છે કે અતિભારે વરસાદથી મુંબઈમાં ગત અઠવાડીયે ૨૪ લોકોના મોત થયા હતા.

ગઈકાલે પણ વરસાદના લીધે અંધેરી,  સાકીનાકા, વિક્રોલી, કાંજુરમાર્ગ સહિતના રાજમાર્ગો અને રેલ્‍વે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયા હતા. લોકલ ટ્રેનો પણ મોડી હતી. વિમાની સેવાઓને પણ અસર પહોંચી હતી.

ઉત્તર પ્રદેશ, ઉતરાખંડ, હિમાચલ, દિલ્‍હી, પંજાબ, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર, બિહાર, કર્ણાટક અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. જયારે હવામાન ખાતુ કહે છે કે ઝારખંડ અને ઓરીસ્‍સામાં તોફાન સાથે વિજળી પડશે.

(1:22 pm IST)