Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

જેલમાં પિતાને ઘરનું ભોજન નહિ મળે તો ભુખ હડતાળ કરીશ : મરિયમ નવાઝે આપી ધમકી

સરકારે મારા બીમાર પિતાને ઘરના ભોજનથી વંચિત રાખવાનો કારસો રચ્યો

ઇસ્લામાબાદ : ભ્રષ્ટાચારના આરોપ બદલ જેલની સજા ભોગવી રહેલા પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે ધમકી આપી છે કે જેલમાં મારા પિતાને ઘરનું ભોજન આપવાની રજા નહીં મળે તો હું ભૂખ હડતાળ પર ઊતરી જઇશ.

  નવાઝ શરીફ અલ-અઝિઝિયા સ્ટીલ મિલ્સના ભ્રષ્ટાચાર મામલામાં ગુનેગાર ઠર્યા હતા અને એમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલ તેમને કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યા છે.

  મરિયમે ટ્વીટર પર લખ્યું હતું કે હાલની બોગસ સરકારે મારા બીમાર પિતાને ઘરના ભોજનથી વંચિત રાખવાનો કારસો રચ્યો છે. મારા પિતાને ઘરનું ભોજન આપવાની પરવાનગી મને નહીં મળે તો હું આજીવન ભૂખ હડતાળ પર ઊતરી જઇશ

   એવું બન્યું હતું કે નવાઝ શરીફના ઘરેથી ગયેલું ભોજન જેલની બહાર અટકાવી રાખવામાં આવ્યું હતું. ટિફિન લઇને ગયેલા માણસને ચાર પાંચ કલાક બેસાડી રાખવામાં આવ્યો હતો.

45 વર્ષની મરિયમ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝની ઉપાધ્યક્ષ છે. એના પિતા નવાઝ શરીફે જેલનું ભોજન ખાવાનો ઇનકાર કર્યો હતો. મરિયમે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે ચોવીસ કલાકમાં હાલની સરકાર ઘરના ભોજન પરનો પ્રતિબંધ ઊઠાવી નહીં લે તો હું ભૂખ હડતાળ કરીશ અને એની જવાબદારી હાલની સરકારની રહેશે.

(1:20 pm IST)