Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

તમામ સાંસદોને પોતાના મત વિસ્તારમાં 150 કી.મી.ની, પદયાત્રા કરવા સંસદીય દળની પીએમ મોદીનો આદેશ

લોકસભા વિસ્તારમાં 15થી 20 ટીમ તૈયાર કરાશે :જેઓ દરરોજ 15 કિલોમીટરની પદયાત્રા કરશે

નવી દિલ્હી : રાજ્યસભામાં બજેટની ચર્ચા પહેલા ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી  જેમા ભાજપના તમામ સાંસદોને હાજર રહેવાની સૂચના અપાઈ હતી  પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પીએમ મોદીએ બેઠકમાં તમામ સાંસદોને પોતાના મત વિસ્તારમાં 150 કિલોમીટરની પદયાત્રા કરવાની સૂચના આપી છે.

   તમામ લોકસભા વિસ્તારમાં 15થી 20 ટીમ તૈયાર કરવામાં આવશે. જેઓ દરરોજ 15 કિલોમીટરની પદયાત્રા કરશે. ભાજપના સાંસદ ગાંધીજી સ્વતંત્રતા સંગ્રામ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરશે.

    આ ઉપરાંત તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતી અંગે ચર્ચા કરી હતી  આ બેઠક એવા સમયે મળી રહી છે જ્યારે રાજ્યસભામાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી.હતી 

(1:18 pm IST)