Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કર્ણાટક:કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપના નેતાઓના પીએ જોવાયા !

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદનનો ડીકે શિવકુમારે આપ્યો જવાબ

કર્ણાટકમાં કોંગ્રેસના પ્રધાન ડી.કે. શિવકુમારે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, દેશના સંરક્ષણ પ્રધાન કહે છે કે, કર્ણાટકમાં રાજકીય સંકટ પાછળ અમારો હાથ નથી. રાજનાથસિંહ જે નિવેદન આપી રહ્યા છે તે પ્રકારની પ્રતિક્રિયા કર્ણાટક ભાજપના નેતાઓ આપી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ભાજપના નેતાઓના પીએ જોવા મળ્યા છે

    શિવકુમારે આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આપી જ્યારે સોમવારે લોકસભામાં રાજનાથસિંહે જણાવ્યુ હતુ કે, ભાજપ કોઈપણ ધારાસભ્યને પ્રલોભન આપતુ નથી. સંસદીય લોકતંત્રની ગરીમાને જાળવી રાખવા માટે ભાજપ હમેશા પ્રતિબદ્ધ છે. રાજનાથસિંહે વધુમાં જણાવ્યુ કે, રાજીનામા આપવાન સિલસિલો અમે શરૂ નથી કર્યો જે સિલસિલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરૂ કર્યો છે. અને આ સિલસિલો હવે સતત ચાલી રહ્યો છે.

(1:17 pm IST)