Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદ : ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ભારે વરસાદના એલર્ટ બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટે તમામ જિલ્લાઓ માટે ગાઇડલાઇન જારી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં વરસાદનો કહેર ચાલુ છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને સડકો પર પાણી ભરાયા છે. દરમિયાન ઉત્તરાખંડમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર દહેરાદૂન, ચમોલી, બાગેશ્વર, નૈનીતાલ અને ઉધમસિંહ નગરમાં ભારે વરસાદ થશે. દરમિયાન દહેરાદૂનમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાન ખાતા અનુસાર આગામી 24થી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ એલર્ટ બાદ પ્રશાસન સંપૂર્ણ રીતે સાવચેત બની ગયું છે અને આફતને પહોંચી વળવા તૈયારી કરી લેવામાં આવી છે.

  ભારે વરસાદના એલર્ટ બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટે તમામ જિલ્લાઓ માટે ગાઇડલાઇન જારી કરી છે જેથી કરીને યાત્રીઓ અને સ્થાનિક લોકોને કોઇ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે. ઉત્તરાખંડમાં મોનસૂન પહોંચી ચૂક્યું છે જે અહીંયા અઠવાડિયું રોકાવાની સંભાવના છે. આ દરમિયાન સારો વરસાદ વરસવાની સંભાવના.

(12:40 pm IST)