Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સીએજીનો રિપોર્ટ

૨૦૧૯માં ફિલ્મ ઉદ્યોગનો કારોબાર ૨૦,૦૦૦ કરોડનોઃ સ્ટાર્સ સાચી કમાણી નથી બતાડતાઃ નજર રાખવી જરૂરી

નવી દિલ્હી, તા. ૯ :. દેશમાં સિને સ્ટારો જેટલુ કમાય છે તેની સાચી માહિતી નથી આપતા. સાથે જ અત્યારે એવી કોઈ સિસ્ટમ નથી જેનાથી તેમની કમાણીનો સાચો અંદાજ લગાવી શકાય. એવી પણ શંકા છે કે તેઓ ઘણી માહિતી છૂપાવવામાં સફળ થઈ જાય છે. ઓડીટ કરતી સંસ્થા સીએજીના એક રિપોર્ટમાં આ વાત કહેવાય છે. આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરાયો હતો. જેમાં સીએજીએ ફિલ્મોના નિર્માણમાં લાગતી રકમ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. સરકારને તેમા કરોડો રૂપિયાનું નુકસાન જતુ હોવાની શંકા દર્શાવી છે.

આ અંગે આવકવેરા વિભાગે કહ્યું હતું કે સિને કલાકારો માટે અલગથી કલ્ચર અને સ્પોર્ટસનો કોડ બનાવ્યો હતો પણ સીએજીએ કહ્યું છે કે દેશમાં સિને સ્ટારો પર નજર રાખવાનું બહુ જોખમી અને પડકારરૂપ કામ છે, એટલે તેમના પર નજર રાખવા માટે અલગ સિસ્ટમ બનાવવી જોઈએ. દિલચશ્પ વાત તો એ છે કે એક બાજુ સીએજીના રિપોર્ટમાં સિને સ્ટારો દ્વારા કરોડો રૂપિયાની કરચોરીની વાત કહેવાય છે તો બીજી બાજુ દેશમાં સૌથી વધુ કર ચુકવનારાઓમાં પણ બોલિવુડના કલાકારોના જ નામ સામે આવતા રહ્યા છે.

(11:58 am IST)