Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ખોટો ચુકાદો અપાઇ જતા કોલકતા હાઇકોર્ટે પોતાને જ ફટકાર્યો ૧ લાખ રૂપિયાનો દંડ

ઈતિહાસની પહેલી ઘટના

નવી દિલ્‍હી તા. ૯: ન્‍યાયતંત્રના ઈતિહાસમાં પહેલીવાર કોર્ટે પોતાના પર જ રૂા. એક લાખનો દંડ લગાવ્‍યો છે. આ કેસ કોલકતા હાઇકોર્ટનો છે. જસ્‍ટીસ  સંજવી  બેનરજી અને સુર્વા ઘોષની બન્‍યે શિસ્‍તભંગના આરોપ હેઠળ છ વર્ષ પહેલા ફરજિયાત નિવૃત કરેલા રેલવે મેજિસ્‍ટ્રેટ મિન્‍ટુ મલિકને રાહત આપતા નોકરીમાં ફરી લેવાનો આદેશ કર્યો છે. વાત એમ હતી કે રેલવે મેજીસ્‍ટ્રેટે ટ્રેનો  મોડી પડતી રોકવા ડ્રાઇવર અને ગાર્ડના જવાબો નોંધીને આ નિર્ણય લીધો હતો. આ અંગે જસ્‍ટિસ બેનરજીએ ગુરૂવારે ચુકાદો આપતા કહ્યુ હતુ કે , સામાન્‍ય રીતે સામે જ ખોટુ કામ કે ગુનો થતો હોય ત્‍યારે લોકો મોં ફેરવી લે છે. કારણ કે લોકો કોર્ટ કચેરી અને પોલીસના ચક્કરથી બચવા માંગે છે. એવામાં એક રેલવે મેજિસ્‍ટ્રેટે મોડી પડતી ટ્રેનોમાં સુધારો કરવા પગલા લીધા તો તેમને ફરજિયાત નિવૃત કરી દેવાયા આ બહુ જ મોટી સજા છે.

હાઇકોર્ટે કહ્યુ કે અમે તંત્રનો આ આદેશ રદ કરીએ છીએ આ ઉપરાંત તેમને અત્‍યાર સુધીના પગારના ૭૫ ટકા અને બઢતી સહિતના લાભ આપવાનો આદેશ કરીએ છીએ દંડની રકમ પણ તેમને જ અપાશે. કોલકતા હાઇકોર્ટે જ રેલ્‍વે મેજીસ્‍ટ્રેટ વિરુધ્‍ધ શિસ્‍ત  સમિતિના અહેવાલ પર તેમને ફરજિયાત  સેવા નિવૃત કર્યા હતા. અગાઉ હાઇકોર્ટે આરોપ મુક્‍યો હતો કે રેલવે મેજીસ્‍ટ્રેટે કાર્યક્ષેત્રની બહાર જઇને કામ કર્યુ હતુ કે આ કેસમાં ખુદ સમીતીના પ્રારંભીક અહેવાલમાં કહેવાયુ છે કે મેજીસ્‍ટ્રેટે જે કઇ કર્યુ હતુ તેમા કોઇ દુર્ભાવના ન હતી આમ, છતા એ જ અહેવાલના આધારે તેમને સજા અપાઇ એ ચોકાવનારી બાબત છે.  મેજીસ્‍ટ્રેટ માલિક પાંચ મે ૨૦૦૭ના રોજ બજ-બજ સિયાલદહ લોકલ  ટ્રેનની રાહ જોતા હતા. ટ્રેન રોજની જેમ ૧૫ મિનિટ  મોડી આવી તેમને સુચના મળી કે  રસ્‍તામાં ટ્રેન રોકાય છે. જેથી ટ્રેનમાં નકલી ખાદ્યપદાર્થ સપ્‍લાય કરી શકાય આ વાત સાબિત થતા તેમણે ડ્રાઇવર અને ગાર્ડને રેલવે કોર્ટ સમક્ષ જવાબ નોંધાવવાનો આદેશ કર્યો હતો. અહીથી આ કેસ કોર્ટમાં પહોચ્‍યો હતો.

 

(11:24 am IST)