Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ ગોવંડીમાં એક મકાન ધરાશયી :આઠ લોકો ઘવાયા

ચર્ચગેટ, બાંદ્રા, મીરા રોડ વિસ્તારમાં પાણી ભરાયા : અંધેરી સબવે અને સાકીનાકા મેટ્રો સ્ટેશનની પાસેઘુસ્યા

 

મુંબઇના અનેક વિસ્તારોમાંરે ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન સેવા પણ પ્રભાવિત થઇ. હતી ઓછી વિઝીબિલીટીના કારણે ત્રણ ફલાઇટને ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી

  ગોવંડી વિસ્તારમાં વરસાદના કારણે એક મકાન ધરાસાઈ થયું. જેમાં આઠ લોકો ઘાયલ થયા. શહેરના ચર્ચગેટ, બાંદ્રા, મીરા રોડ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદ બાદ માર્ગો પર પાણી ભરાઇ ગયા. ઉપરાંત અંધેરી સબવે અને સાકીનાકા મેટ્રો સ્ટેશનની પાસે પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ હતી.

  મુંબઇમાં આગામી 24 કલાકમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. હવામાન વિભાગે 24 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેથી મુંબઇ પોલીસે ટ્વિટ કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતુ.

(12:00 am IST)