Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એવોર્ડ વાપસી ગેંગ સમગ્ર ભારત બદનામ કરવા ઇચ્છુક :સપના ચૌધરીએ કર્યા પ્રહાર

પીએમની નીતિ પર આંગળી ચીંધવી સૌથી ખરાબ વાત

 

હરિયાણાની જાણીતી સિંગર અને ડાન્સર સપના ચૌધરી ભાજપ પક્ષમાં જોડાઇ અને આવતાની સાથે એવોર્ડ વાપસી ગેંગ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં.

   સપના ચૌધરીએ કહ્યું કે એવોર્ડ વાપસી ગેંગના કારણે ભારતનું નામ ખરાબ થઇ રહ્યું છે

રાષ્ટ્રવાદ અને એવોર્ડ વાપસીને લઇને પુછવામાં આવેલા એક સવાલના જવાબ આપતા સપના ચૌધરીએ કહ્યું હતું કે એવોર્ડ વાપસી ગેંગ સમગ્ર ભારતને બદનામ કરવા પર ઉતરી આવી છે. આપણા વડાપ્રધાનની નીતિ પર આંગળી ચિંધવી મારા મતે સૌથી ખરાબ વાત છે. હું તો મારા તમામ એવોર્ડ લઇને બીજેપીમાં આવી છું. મારે કોઇથી ડરવાની જરૂર નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સપના ચૌધરી રવિવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી તથા કેન્દ્રીય મંત્રી ડો. હર્શવર્ધનની હાજરીમાં સામેલ થઇ છે

(12:00 am IST)