Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પરાજય બાદ પહેલીવાર રાહુલ ગાંધી બુધવારે અમેઠીના પ્રવાસે

પાર્ટી કાર્યકર્તા સાથે બેઠક કરી હારની સમીક્ષા કરશે

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં અમેઠીની પોતાની પરંપરાગત સીટ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી પ્રથમ વખત મુલાકાત લેવાના છે. અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી હવે 10 જુલાઈએ અમેઠીમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. દરમ્યાન તેઓ ચૂંટણીમાં મળેલી હારના કારણોની સમીક્ષા પણ કરશે.

   એક દિવસીય પ્રવાસમાં તેઓ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપરાંત લોકોથી પણ મુલાકાત કરશે.  

  અત્રે ઉલ્લેખનીય છે કે અમેઠી સીટથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની ચૂંટણી જીતી ગયા હતાં. રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા પરંતુ કેરલની વાયનાડ સીટથી જીતીને લોકસભામાં પહોંચવામાં સફળ રહ્યાં છે

   અમેઠી લોકસભા ક્ષેત્ર કોંગ્રેસનો હંમેશાથી ગઢ રહ્યો છે અને અહીં મળેલી હાર માત્ર રાહુલ માટે પરંતુ સંપૂર્ણ પાર્ટી માટે મોટો ઝટકો છે.

(12:00 am IST)