Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

યોગા દ્વારા શારિરીક, માનસિક, તથા આધ્યાત્મિક ઉન્નતિઃ જે.કે.યોગના ફાઉન્ડર સ્વામી મુકુંદાનંદના માર્ગદર્શન હેઠળ યુ.એસ.ના હયુસ્ટનમાં યોજાનારા ૨ પ્રોગ્રામઃ ઇન્ડિયા હાઉસ મુકામે ૩ ઓગ.થી ૯ ઓગ.૨૦૧૯ અને દુર્ગા બારી ઓડીટોરીયમ ખાતે ૧૦ ઓગ.થી ૧૬ ઓગ.૨૦૧૯ દરમિયાન લહાવોઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશઃ પ્રોગ્રામ બાદ દરરોજ પ્રસાદની વ્યવસ્થા

હયુસ્ટનઃ જે.કે. યોગના ફાઉન્ડર સ્વામી મુકુંદાનંદના યોગ દ્વારા શારિરીક, માનસિક, તથા આદ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગદર્શન આપતા ૨ પ્રોગ્રામ યુ.એ સ.ના હયુસ્ટન ટેકસાસ મુકામે યોજાશે.

પ્રથમ પ્રોગ્રામ ઇન્ડિયા હાઉસ ખાતે ૩ ઓગ.શનિવારથી ૯ ઓગ.૨૦૧૯ શુક્રવાર દરમિયાન યોજાશે. જેમાં ''સેવન સિક્રેટસ ફોર અવેકીંગ યોર બેસ્ટ સેલ્ફ'' ઉપર માર્ગદર્શન અપાશે. બીજો પ્રોગ્રામ દુર્ગા બારી સોસાયટી ઓડીટોરીઅમ હયુસ્ટન મુકામે ૧૦ ઓગ.શનિવારથી ૧૬ ઓગ.૨૦૧૯ શુક્રવાર દરમિયાન યોજાશે. જેનો વિષય ''શ્રીમદ ભાગવત મહાપુરાણ'' રહેશે.

પ્રોગ્રામમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે. તથા પ્રોગ્રામ બાદ દરરોજ પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. વિશેષ માહિતિ તથા રજીસ્ટ્રેશન માટે www.jkyog.org/events to register દ્વારા અથવા ઇમેલ houstonjkyog@gmail.com દ્વારા અથવા કોન્ટેક નં.૨૮૧-૬૩૦-૫૯૮૨ દ્વારા સંપર્ક સાધી શકાશે. તેવુ_ IAN દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)