Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઇન્ડિયન અમેરિકન ડોકટરેટ સ્ટુડન્ટ સાહિલ શાહને ફેલોશીપઃ વર્તમાન સમયમાં વિશ્વ વ્યાપ્ત પાણીની તંગીના નિરાકરણ માટે સંશોધન કરશે

મેસ્સેચ્યુએટસઃ યુ.એસ.માં મેસ્સેચ્યુએટસ ઇન્સ્ટીટયુ ઓફ ટેકનોલોજી (MIT)ના ઉપક્રમે અપાતી ગ્રેજ્યુએટ ફેલોશીપ માટે ઇન્ડિયન અમેરિકન ડોકટરેટ સ્ટુડન્ટ સાહિલ શાહની પસંદગી થઇ છે. તે ડીપાર્ટમેન્ટ ઓફ મિકેનીકલ એન્જીનીઅરીંગમાં અભ્યાસ કરે છે. તેને અબ્દુલ લતીફ જમીલ વોટર એન્ડ ફુડ સિસ્ટમ લેબ દ્વારા ફેલોશીપ આપવામાં આવી છે.

ઉપરાંત અન્ય સ્ટુડન્ટ પિટર ગોડાર્ટને  એક સેમિસ્ટર માટે ગ્રેજ્યુએટ ફેલોશીપ આપવામાં આવી છે. જે રસિકભાઇ એલ.મેસવાણી ફેલોશીપ ફોર વોટર સોલ્યુશન અંતર્ગત આપવામાં આવી છે.

બંને સ્ટુડન્ટસને વર્તમાનમાં વિશ્વ વ્યાપ્ત પાણીની તંગીના નિરાકરણ અંગે  અભ્યાસ કરવા માટે ફેલોશીપ આપવામાં આવી છે.

(9:40 am IST)